ચૂંટણી:પાંડવા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સાંજે 5 સુધીમાં 65.56% મતદાન

બાલાસીનોર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંદોબસ્ત વચ્ચે ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી મતદાન કરાવ્યું

બાલાસિનોર તાલુકા પંચાયતની 11 પાંડવ-1 ના મહિલા સભ્યનું કોરોના માં મૃત્યુ થતા ખાલી પડેલી એક બેઠક માટે રવિવારના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં એક બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરથી ચૂંટણી જંગ ખેલાયો હતો. બાલાસિનોર તાલુકા પંચાયતની 11 પાંડવા -1 બેઠક મહિલા ઉમેદવારો માટે અનામત હતી જેમાં અગાઉ યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારો મધુબેન નો વિજય થયો હતો પરંતુ મહિલા સદસ્યનુ કોરોના દરમિયાન મૃત્યુ થતા બેઠક ખાલી પડી હતી.

જેની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ભાજપ તરફથી ચંપાબેન રાયસીંગભાઈ ચૌહાણ અને કોંગ્રેસ તરફથી શાંતાબેન જશવંતસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. જેની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં સવારથી જ પોતાના ઉમેદવારને જીતાડવા માટે ટેકેદારો અને કાર્યકરો મતદારોને બુથ સુધી પહોંચાડવાની પ્રક્રિયા કરી હતી.

આમ પાડવામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 5 વાગ્યા સુઘી પાંડવા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું 65.56 ટકા મતદાન થયું હતું. આમ એક બેઠકની પેટાચૂંટણી ની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.5 મી અોકટોબરના રોજ મતગણતરી થશે.

લુણાવાડા પાલિકાના ત્રણ વોર્ડ અને ખેમપુરમાં શાંતિ પૂર્ણ મતદાન
લુણાવાડા નગરપાલિકાના ત્રણ સભ્યો પક્ષનતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવતા ત્રણ વોડના ત્રણ ઉમેદવારો માટે અને ખેમપુર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર રાજુભાઈ પટેલનું કોરોના દરમ્યાન મૃત્યુ થતા ખેમપુર તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણીનું રવિવારે મતદાન શાંતિ પૂર્ણ થયું હતું. જેમાં 5 વાગ્યા સુઘી મતદાર અાંકડા મુજબ લુણાવાડા નગરપાલિકાના વોડ નં 4 માં 48.76 ટકા,વોડ નં 5 માં 54.80ટકા,વોડ નં 7 માં 53.77 ટકા જ્યારે ખેમપુર તાલુકા પંચાયત સીટમાં 57.73 ટકા મતદાન થયું હતું. જ્યારે ભાજપ,કોંગ્રેસ,AAP અને અપક્ષ દ્વારા પોતપોતાની રીતે જીતના દાવા કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...