તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલાસિનોર માર્કેટયાર્ડની ચૂંટણી:બાલાસિનોર માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 37 ઉમેદવારો

બાલાસિનોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8મીએ મતદાન 9મીએ પરિણામ

બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે શુક્રવારે ફોર્મ ભરાયા હતા. વહેલી સવારથી જ ફોર્મ લેવામાં અને ફોર્મ જમા કરાવવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠકો માટે ખેડૂત વિભાગ વેપારી વિભાગ અને ખરીદ-વેચાણના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે શુક્રવારે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 27 કુલ રહ્યા હતા.

વેપારી વિભાગની 4 બેઠકો માટે 5 આવ્યા હતા અને ખરીદ વેચાણની 2 બેઠકો માટે 8 ફોર્મ આવ્યા હતા. આમ બાલાસિનોર ખરીદ વેચાણ સંઘની કુલ 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા હતા. બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું મતદાન 8મી સપ્ટેમ્બરે યોજાશે અને 9મી સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

કુલ વિભાગ વાર મતદારો

ખેડૂત514
વેપારી35
ખરીદ વેચાણ304
કુલ853

માર્કેટની કુલ સીટો

ખેડૂત10
વેપારી4
ખરીદ વેચાણ2
કુલ16

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...