રોગચાળો વકર્યો:બાલાસિનોર વાઈરલ ફીવરના 200 જ્યારે ડેન્ગ્યુના 17 દર્દી

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બાલાસિનોર નગર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી તાવ, શરદી અને ખાંસી સાથેના વાઈરલ ફીવરના કેસોમા ચિંતાજનક વધારો નોંધાયો છે. વાઈરલ ફીવરની દૈનિક 200થી વધુ ઓપીડી થતી હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ડેન્ગ્યુએ પણ માથું ઉચક્યું છે અને છેલ્લા એક અઠવાડિયામાં 17 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુનાના દર્દીઓ નોંધાયા છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ ઉભરાતા પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી દવાખાનામાં પણ દરરોજના 150થી 200 ઓપીડી વાઈરલ ફીવરની આવતી હોવાનું સામે આવ્યુ છે. કે.એમ. જી. હોસ્પિટલના ડૉ.જયપ્રકાશ પટેલના જણાવ્યા મુજબ હાલ તાવ, ખાંસી, શરદીવાળા વાઈરલ દર્દીઓની સંખ્યા વધી છે. સાથે છેલ્લા અઠવાડિયામાં શંકાસ્પદ ડેન્ગ્યુના પણ દર્દીઓ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...