તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વડદલા ગામે સ્મશાનમાં ભમરા કરડવાથી 10 ડાધુને ઇજા ,1નું મોત

બાલાસિનોર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડદલા ગામે સ્મશાનમાં હાંડલીના ધુમાડાથી ભમરા ઉડી કરડવાથી ઇજા ડાધુઓ સારવાર લઈ રહ્યા છે - Divya Bhaskar
વડદલા ગામે સ્મશાનમાં હાંડલીના ધુમાડાથી ભમરા ઉડી કરડવાથી ઇજા ડાધુઓ સારવાર લઈ રહ્યા છે
 • અંતિમ વિધિ દરમિયાન ભમરા ઉડતાં લોકોને ભમરા કરડ્યા
 • નાનાભાઇની સ્મશાનયાત્રામાં જોડાયલ મોટાભાઈનું મોત

બાલાસિનોરના વડદલા ગામમાં આવેલ રાવળ સમાજના કોહ્યાભાઇ બાબરભાઇ રાવળનું મુત્યુ થયું હતુ. જેમની અંતિમ વિધીમાં મૃતકના મોટાભાઇ કાળાભાઇ બાબરભાઇ રાવળ સહિત 100 જણા અતીમયાત્રામાં જોડાયા હતા.

અતિયયાત્રા લઇને વડદલા ગામના સમાજના સ્મશાન પોહચી હતી. સ્મશાનમાં દફનવિધિ કરવા ખાડા ખોદવાની કામગીરી ચાલતા અતિમયાત્રામાં આવેલા ડાધુઓ બાવળના ઝાડ નીચે બેઠા હતા. તે દરમ્યાન હાંડલીમાં આગથી ધુમાડાના ગોટેગોટા નીકળતા ઝાડ પર ભમરીનુ ઝુંડ ધુમાડાથી ઉડ્યુ હતુ. અને ઝાડની નીચે બેસેલા ડાધુઓ પર ભમરીઓનું ઝુંડ તુટી પડતાં નાસભાગ મચી જવા પામી હતી. નાનાભાઇની દફનવિધી કરવા આવેલા 75 વર્ષિય મોટાભાઇ કાળાભાઇ રાવળ પર ભમરીનું ઝુંડ તુટી પડ્યુ હતુ. અને ડંખ મારતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે 10 ડાધુઓને ભમરીઓએ ડંખ મારતા ગંભીર ઇજાઓ પહોચી હતી.

આસપાસના રહીશો દોડી આવીને 108 માં 10 ઇજા ગ્રસ્તોને સારવાર માટે રેફરલ મોકલ્યા હતા. જયારે ભમરીના ડંખથી કાળાભાઇ રાવળનું મોત થતાં સાંજે તેમની દફનવિધિ તે જ સ્મશાનમાં કરી હતી. 10 ઇજાગ્રસ્તોને રેફરલમાં સારવાર હેઠળ રાખવામાં રાખ્યા હતા. જયારે નાનાભાઇની અંતિમ વિધિ દરમ્યાન મોટાનું ભમરાઓના કરડવાથી મોત થતાં પરિવારો તથા સમસ્ત રાવળ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

અંતીમવિધિમાં આવેલા 10 જણા સારવાર લઇ રહ્યા છે
અમે દફનવિધી કરવા સ્મશાનમાં ખાડો ખોદતાં હતા ત્યારે ઝાડ નીચે બેઠા હતા. હાંડલીના ધુમાડાથી બાવળના ઝાડ પરની ભમરીઓ ઉડીને અમને કરડી હતી. અમે બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવીને અમને બચાવ્યા હતા. અંતીમવિધીમાં આવેલા 10 જણા સારવાર લઇ રહ્યા છે. >લક્ષ્મણભાઈ ચંદુભાઇ રાવળ, ઇજાગ્રસ્ત

રેફરલમાં સારવાર હેઠળ દર્દીઓ

 • પ્રવિણ ભાઇ ગણપતભાઇ રાવળ ઉ.વ - 42
 • મોહનભાઈ ખાતુભાઇ રાવળ ઉ.વ - 70
 • ભલાભાઇ રયજીભાઈ રાવળ.ઉ.વ -62
 • મોતીભાઈ ચંદાભાઇ રાવળ ઉ.વ- 75
 • મથુરભાઇ પુનમભાઇ રાવળ ઉ.વ -14
 • સુરેશભાઈ શનાભાઇ રાવળ -ઉ.વ 30
 • નટવરભાઇ ધુળાભાઇ રાવળ - ઉ.વ- 40
 • મંગળભાઇ બચુભાઈ રા ઉ.વ 35
 • લક્ષ્મણભાઈ ચંદુભાઇ રાવળ ઉ.વ.63
 • મહેશભાઈ મંગળભાઇ રાવળ ઉ.વ.45
અન્ય સમાચારો પણ છે...