રાપર અને ભચાઉ નગરપાલિકામાં વર્તમાન બોડીની મુદત પુરી થવા છતાં વહીવટદારોની નિમણૂક ન કરાતા નગરના વિકાસ કામો અને વહીવટી કામગીરી ઠપ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાપર સુધરાઇની મુદત ગત અઠવાડિયે પૂરી થવા છતાંય કોઈ વહીવટદારની હવુ પણ નિયુક્તિ ન થતાં ગટર, સફાઈ સાથે નવા આયોજન વગેરેને અવળી અસર પડી રહી છે. ઓબીસી-બક્ષીપંચ સીટની ફાળવણી હજી બાકી છે એટલે ચૂંટણી જૂન પછી થાય તેવી સંભાવનાએ હાલ તો વહીવટદારનું જ શાસન રહેશે.
ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી ઠેલી નાખવામા આવી છે ત્યારે જો સમયસર વહીવટદાર નહીં નિમાય તો નગરમાં અનેક કાર્યો અટકી જશે. ટર્મ પુરી થતાં હાલે રાપરમાં કેટલાક કાઉન્સિલરો કે હોદેદારો દેખાતા નથી તો અમુક બિસ્તરા પોટલા બાંધીને જિલ્લા કે રાજ્ય બહાર જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વહીવટી સુગમતા અને લોકોના કાર્યો ઝડપભેર થાય તે માટે તાત્કાલિક વહીવટદારની નિમણૂક કરવામાં આવે તેવી માગ રાપર અને ભચાઉના નગરજનોમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.