ક્રાઇમ:નંદાસર કેનાલમાં ડૂબેલા વૃધ્ધનો મૃતદેહ 51 કલાક બાદ મળ્યો

રાપર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5-6 કિલોમીટર દૂર ઉખેડા નજીક લાશ તરતી દેખાઇ

રાપર તાલુકાના નંદાસર કેનાલમાં સોમવારે બપોરે બે વાગ્યે પગ લપસતાં ઉંડા પાણીમાં ગરકાવ થયેલા ત્રંબૌની હાજાણીવાંઢના વૃધ્ધનો મૃતદેહ 5 થી 6 કિલોમીટર દૂર ઉખેડા પાસેની કેનાલમાંથી 51 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, સોમવારે ત્રંબૌની હાજાણીવાંઢના હરિભાઈ બાબુભાઇ કોલી પોતાની દિકરી સાથે નંદાસર પાસેની નર્મદા કેનાલ પર કપડાં ધોવા અને ન્હાવા ગયાં હતાં. જ્યાં કેનાલમાં પગ લપસતા વહી રહેલા પાણીમાં તેઓ તણાઇ ગયા હતા. જેમની શોધખોળ રાપર ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાથ ધરાઇ હતી, પણ પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને કોઈ મોટા સાધનો ન હોવાના કારણે સોમવારે કામગીરી રાત્રિના સમયે બંધ કરી દેવાઈ હતી. જે બાદ ફરી મંગળવારે સવારે નવ વાગ્યે શોધખોળ શરૂ કરાઈ હતી.

ભુજ અને ભચાઉની ફાયર વિભાગની ટીમો પણ મદદે આવી હતી. જેમણે બે કિલોમીટર સુધી બોટ-હોડકા વડે અને પાણીમાં ઉતરીને તપાસ કરી હતી. જે રાત્રીના આઠ વાગ્યા સુધી શોધખોળ કરાઈ હતી, બીજા દિવસે પણ કોઇ પત્તો મળ્યો ન હતો. આજે શોધખોળ દરમિયાન નંદાસર કેનાલથી 5થી 6 કિલોમિટર દૂર ઉખેડા પાસેની કેનાલમાં મૃતદેહ તરતો દેખાઇ આવ્યો હતો. મૃતદેહ બહાર લાવી પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...