તસ્કરો બેફામ:રાપરની આંગડીયા કર્મીનો 62.50 લાખ રોકડ સાથેનો થેલો માળિયા પાસે ચોરાયો

રાપર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલમાં બસ ઉભી રહેતાં એટલીવારમાં બનાવ બન્યો

રાપરની આંગડીયા પેઢીનો કર્મચારી રાબેતા મુજબ મોરબી રોકડ જમા કરાવવા બસમાં મોરબી જતો હતો ત્યારે તે માળિયા પાસે લઘુશંકા કરવા ઉતર્યો એટલીવારમાં તેનો રૂ.62.50 લાખ રોકડ ભરેલો થેલો ચોરી થયો હોવાની ઘટના માળિયા પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ ઉલ્લાસનગરના હાલે રાપર રહેતા અને ઇશ્વરલાઇ પટેલ આંગડીયા પેઢીમાં વાડી વાળા તરીકે નોકરી કરતા મહાદેવભાઇ રામભાઇ વાઘમારે રાપર થી મોરબી પેઢીના નાણા જમા કરાવવાનું કામ કરે છે. ગઇકાલે રાત્રે 9 વાગ્યે તેમની પેઢીના મેનેજર વિજયભાઇ સોનીએ રૂ.62,50,000 રોકડ ભરેલો થેલો આપ્યો હતો મોરબીની પેઢીમાં પહોંચાડવાનો હતો. આજે સવારે તેઓ કાયમી જે બસમાં અવર જવર કરે છે તે રાપર રાજકોટ બસમાં મોરબી જવા નિકળ્યા હતા.

બાદર ગઢથી બે ઇસમો બસમાં ચડ્યા હતા જેમાંથી એક તેમની બાજુમાં બેઠો હતો. બસ માળિયા પાસે સવારે નવ વાગ્યે માધવ હોટલ પર ઉભી રહેતાં તેઓ લઘુશંકા કરવા થેલો સીટ નીચે રાખી બસમાંથી ઉતર્યા હતા. તેઓ પરત આવે તે દરમીયાન થેલો ચોરી થઇ ગયો હતો. તેમણે માળિયા મિયાણા પોલીસ મથકે રૂ.62,50,000 રોકડ તથા રૂ.2,000 ની કિંમતના મોબાઇલ સહત નો થેલો ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. માળિયા મિયાણા પોલીસ મથકના પીએસઆઇ આર.બી.ટાપરિયાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...