પાણીની તીવ્ર તંગી:ફતેહગઢ ડેમ ખાલી થતાં આસપાસના ગામોના લોકો હિજરતની તૈયારીમાં

રાપર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેમના તળિયા દેખાવા લાગ્યા - Divya Bhaskar
ડેમના તળિયા દેખાવા લાગ્યા
  • ડેમને તાત્કાલિક નર્મદાના નીરથી ભરવાની માગ પ્રબળ બની

રાપર તાલુકાના ફતેહગઢમાં નાની સિંચાઇનો ડેમ તળિયા ઝાટક થઇ જતાં આસપાસના ગામોના લોકો હિજરતની તૈયારી કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારો ખાલી થઇ જાય તે પહેલાં ડેમને નર્મદાના નીરથી ભરવાની પ્રબળ માગ ઉઠી છે. ફતેહગઢનો ભોજનારી ડેમ ખાલી થઇ જતાં ભરઉનાળે પાણીની તીવ્ર તંગી વર્તાઇ રહી છે. સ્થાનિક ઉપરાંત પ્રાંથળ વિસ્તારના વ્રજવાણી, મોવાણા સહિત 25થી વધુ ગામો અને વાંઢો ડેમ આધારિત પાણી યોજના ઉપર નિર્ભર છે. હાલે ભોજનારી ડેમ તળીયા ઝાટક થઈ ગયો છે. માત્ર અઠવાડિયુ ચાલે તેટલું જ પાણી વધ્યું છે. જે પાણી બચ્યું છે તે એક્દમ ગંદુ, અને દુર્ગંધ યુક્ત છે જેના કારણે બીમારીએ માજા મૂકી છે.

ખાલી કેનાલ
ખાલી કેનાલ

જો તાત્કાલિક નર્મદાના પાણી છોડી ને ડેમ નહીં ભરાય તો આજુબાજુના ગામોને હિજરત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અહીં હજારોની સંખ્યામાં પશુધન ઘરાવતા પરિવારો પાણી માટે રણ અને વગડો ખૂંદી રહ્યા છે. સરકાર તાત્કાલિક પાણી છોડે અન્યથા લોકોને સ્થળાંતર કરવાની નોબત આવશે.

સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી ચીમકી એપીએમસીના ડાયરેક્ટર ગજુભા વાઘેલાએ આપી હતી.ઉલ્લેખનીય છે કે, નર્મદા કેનાલનું રિપેરિંગ થતું હોવાથી નર્મદા નિગમ દ્વારા પાણી છોડવાનું બંધ કરી દેવાતાં રાપર સહિત વાગડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. આ બાબતે રજૂઆતો કરાઇ હોવા છતાં સકારાત્મક પ્રતિસાદ સાંપ ડતો નથી તેમ કેટલાક જાગૃત લોકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું.

ડેમમાં હાલ માત્ર 19 % પાણી: જીવંત જથ્થો ખતમ થવા પર
તા.10-05ની સ્થિતિ પ્રમાણે ફતેહગઢ ડેમમાં માત્ર 19 ટકા પાણી બચ્યું છે. ડેમની ક્ષમતા 7.44 મિલિયન ક્યુબિક મીટર છે. તેની સામે હાલ માત્ર 1.44 એમસીએમ પાણીનો જથ્થો બચ્યો છે. જીવંત જથ્થો માત્ર 0.62 એમસીએમ બચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...