નોટિસ:રામવાવ ગ્રામ પંચાયતને સુપરસિડ કરવા ટીડીઓની નોટિસ

રાપર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌચર જમીન દબાણ દૂર નહી થાય તો આત્મ- વિલોપનની અરજદારે ચીમકી ઉચ્ચારી ​​​​​​​

રાપર તાલુકાના રામવાવ ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણકારો વિરુદ્ધ કોઈ કાર્યવાહીના કરાતા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સુપરસિડ કરવાની પ્રથમ નોટિસ ફટકારાઇ છે.ગામના અરજદાર શીવુભા દેશળજી જાડેજા તરફથી ગૌચર જમીન સ.નં.966, 967 અને 968 વાળી જમીનમાં દબાણ દુર કરવા અરજી કરવામાં આવતાં ચાલુ માસની 11 તારીખે તાલુકા પંચાયતે રામવાવ ગ્રામ પંચાયત અને તલાટીને દસ દિવસ ની અંદર કામગીરી નો રિપોર્ટ સોંપવા આખરીનામું આપ્યું હતું અન્યથા ગ્રામ પંચાયત ને સુપરસિડ કરવાનો પત્ર લખ્યો હતો.

આખરીનામાને 10 દિવસ જેટલો સમય વીતી જવા છતાં ગ્રામ પંચાયત સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ બાબતે રાપર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે એક નોટિસ આપી છે અને હજી બીજી નોટિસ આપશું ત્યાર બાદ ત્રીજી નોટિસમા આખરી મહેતલ આપવામાં આવશે તેમ છતાં કોઇ કાર્યવાહી નહીં કરાય તો ગ્રામ પંચાયતને સુપરસિડ કરવાની ફરજ પડશે. રામવાવના તલાટી પન્નાલાલ પટેલે અગાઉ 60 જેટલા દબાણકારો અને ત્યાર બાદ હમણાં 40ને પોસ્ટ મારફતે નોટિસ આપી છે તેમ કહ્યું હતું. દરમિયાન દબાણો સામે કોઇ કાર્યવાહી નહીં કરાય તો આત્મ વિલોપન કરવું પડશે તેવી ચીમકી અરજદારે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...