રાપર તાલુકાના નંદાસર અને જેસડા વચ્ચેની નર્મદા કેનાલમાં પુત્રી સાથે કપડાં ધોવા ગયેલા પ્રૌઢનો પગ લપસતા પુત્રીની નજર સામે પિતા ડૂબ્યા હતા. રાપર નગરપાલિકાના ફાયર વિભાગ અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાપરના ત્રંબૌ નજીક આવેલ હાજાણી વાંઢના 55 વર્ષીય હરિભાઈ બાબુભાઇ કોલી બપોર ના સમયે પોતાની દીકરી સાથે નર્મદા કેનાલમાં કપડાં ધોવા અને ન્હાવા ગયા હતા.
પ્રૌઢનો પગ લપસતાં તેઓ કેનાલમા પડી ગયાં હતાં જેને કાઢવા માટે દીકરીએ ભારે જહેમત કરી હતી, જોકે પાણી નો પ્રવાહ વધુ હોઈ પ્રૌઢ ડૂબવા લાગતા દીકરીએ બૂમાબૂમ કરતા આસપાસના ખેડૂતો આવી પહોંચ્યા હતા. કેનાલ મા શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ મોડે સુધી કોઇ પત્તો મળ્યો ન હતો. રાપર પોલીસ અને નગરપાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરાતાં સાંજ ના છ વાગ્યા થી કેનાલમાં રસ્સા વડે ઉતરી ને શોધખોળ કરી હતી પણ રાતના નવ વાગ્યાં સુધી કોઈ અતો પતો ના લાગતા શોધખોળ આવતી કાલે સવારે હાથ ધરાશે તેવું જાણવા મળ્યું હતું.
તો ઘટના બનતા રાપર પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કેનાલ મા તરવૈયા ઓ અને આસપાસના ગ્રામજનો ના તારુ ઓ કેનાલ મા ઉતારાયા હતાં પણ જોશભેર પાણી ચાલતું હોવાથી રાત ના નવ વાગ્યાં સુધી પ્રૌઢનો કોઈ પતો મળ્યો નહોતો જોકે હજી સુધી પતો ના મળતાં આવતી કાલે વહેલી સવારે શોધખોળ હાથ ધરાશે તેવું નગરપાલિકા ના ફાયર વિભાગે એ જણાવ્યું હતું.
ટપ્પર ડેમ જલ્દી ભરવા 1500 ક્યુસેકથી વધુ પાણી છોડાતાં ફ્લો હતો
હાલે પહેલી તારીખ થી ટપ્પર ડેમ ભરવા માટે 1500 થી વધારે ક્યુસેક પાણી છોડતા કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલ બે કાંઠે વહી રહી છે કારણ કે ટૂંકા ગાળા માટે પાણી છોડાયું હોવાના કારણે જેટલી જલ્દી ભરાય તે રીતે ટપ્પર ડેમમા જોશભેર પાણી પહોંચાડતું કરવા તંત્ર દ્વારા ત્રણ મોટરો શરુ કરાઈ છે. જેના કારણે પાણી ભરપૂર માત્રામાં આગળ વધી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.