ચિમકી:રામવાવમાં અતિક્રમણ દુર કરવાના નામે નાટક; ફરી આત્મવિલોપનની ચિમકી

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના રામવાવમાં ગાૈચર પરનું દબાણ દુર ન થતાં અાત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો ત્યારબાદ તંત્રઅે અતિક્રમણ દુર કરવાની ખાતરી અાપી, દબાણ હટાવની કામગીરી હતી પરંતુ માત્ર 3 દુકાનો જ તોડી પડાઇ હતી અને હજુપણ મોટાપાયે દબાણો ખડકાયેલા હોઇ ફરી અાત્મવિલોપનની ચિમકી અપાઇ છે.

રામવાવમાં ગૌચર જમીન પરનુું દબાણ દુર કરવા તાલુકા વિકાસ અધિકારીની બાંહેધરી બાદ દબાણ હટાવવાના નામે માત્ર ત્રણ દુકાનો પાડીને તંત્રઅે સંતોષ માની લેતાં અધિકારીઓ, કર્મચારીઓ સામે નારાજગી દર્શવતા અગાઉ અા મુદ્દે આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ કરનારા શિવુભા જાડેજાઅે તા.30-11-22ના રાપર તાલુકાના ગમે તે સ્થળે ફરી આત્મવિલોપન કરવાની ચિમકી અાપી છે. તેમણે તાલુકા વિકાસ અધિકારીને રજૂઅાત કરતા જણાવ્યું હતું કે, દબાણ વાળી જમીન ગૌચર છે, જે બાબત રેકર્ડ પર અાવી છે અને ડીઆઈએલઆર કચેરી મારફતે માર્કીંગ પણ થઈ ગયું હતું

પરંતુ દબાણ દુર ના કરતા તા.15/9/22ના રાપર તાલુકા પંચાયત કચેરીઅે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ટીડીઓ દ્વારા દબાણ હટાવવા માટે લેખિતમાં ખાતરી અપાઇ હતી. જો કે, ત્યારબાદ તંત્ર દ્વારા દબાણ કરી ખડકી દેવાયેલા કાચા-પાકા બાંધકામો તોડી પાડી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ અા કામગીરી દરમ્યાન માત્ર ત્રણ જ દુકાનો તોડીને સંતોષ માની લેવાયો હતો અને હજુ અનેક દબાણો ખડકાયેલા છે, જેથી તેમણે તંત્રના અમુક અધિકારીઅો દબાણકારો સાથે ભળી ગયા હોવાના ગંભીર અાક્ષેપો પણ કર્યા છેે.

અન્ય સમાચારો પણ છે...