આંતર રાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા સરહદી બેલાના એક ખાડામાં ઊંટ ફસાઇ ગયો હતો. ખાડામાં ફસાયેલા આ ઊંટને બહાર કાઢવા ગામ લોકોની સાથે ખાસ બીએસએફ જવાનોએ જહેમત ઉઠાવી હતી. ઊંટ ચાલતા ચાલતા એક ખાડામાં ફસાઈ ગયો હતો. જેની જાણ ગ્રામજનો અને બીએસએફને થતાં જ તાત્કાલિક જવાનો પોતાનું વાહન લઈને દોડી આવ્યા હતાં.
અને ગ્રામજનોની મદદથી રસાને એક બાજુ ઝાડ અને બીજી સાઈડ પોતાની ગાડીમાં બાંધી અને યુક્તિથી ઊંટને સફળતા પૂર્વક ખાડાથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. રેસ્ક્યુ બાદ પ્રાણીઓ અને મનુષ્યની સુરક્ષાને ધ્યાને લઇ ઊંડા ખાડાને જવાનોએ પથ્થરો અને માટી નાખીને પૂરતા પ્રમાણમાં પુરવામાં આવ્યો હતો. જવાનોની કામગીરીને ગામ લોકોએ બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.