હાલ કાળઝાળ ગરમીમાં જ નર્મદા નિગમ દ્વારા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા રાપરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા પેદા થઇ છે જેનો હલ લાવવા ખુદ ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડ સમક્ષ રજૂઆત કરાઇ છે.
નગરની આસપાસ મીઠા પાણીના કોઈ સ્રોત તેવામાં નર્મદાનું નીર બંધ કરી દેવાતાં સાત વોર્ડને દર ચોથા દિવસે પાણી વિતરણ થાય છે. નગાસર તળાવના તળિયા દેખાઈ રહ્યા છે. પ્રશ્નના ઉકેલ રૂપે ખાંડોળા તળાવમા બે બોર કરવા પાણી પુરવઠા વિભાગ સમક્ષ ચીફ ઓફિસર દ્વારા માગ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે નગરને દૈનિક સાડા ચાર એમએલડી પાણીની જરુરીયાત છે તેની સામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક મહિનામા માત્ર ત્રણ વખત ચાર એમએલડી મળીને એક માસમા બાર એમએલડી પાણી આપવામાં આવે છે. જો આગામી દિવસોમાં સામખીયાળીથી બાદરગઢ સમ્પથી પાણી નહી મળે તો પાણી મુદ્દે હોબાળો થાય તેમ છે. તાલુકા મથકે ચાર દિવસે અને ગ્રામ્ય વિસ્તારોમાં દર પંદર દિવસે ભાગ્યે જ પાણી આપવામાં આવે છે.
તાલુકાની 30 એમએલડી પાણી ની જરૂર સામે 10થી 12 એમએલડી પાણી ફાળવવામા આવે છે જેના કારણે આગામી દિવસોમા પીવા માટે તો ઠીક વાપરવા કે ન્હાવા ધોવાના પાણીની પણ વિકટ પરિસ્થિતિ પેદા થશે તેવું શહેરીજનો કહી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.