રાપર તાલુકા ના ફતેગઢ ના જીઆરડી જવાનો ઉપર હુમલો થયાની ઘટના બનવા પામી હતી. સામાન્ય અકસ્માત બાદ બનેલી આ ઘટનામાં પાંચ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તળે ફરિયાદ દાખલ કરાઈ હતી. રાપર તાલુકા ના ફતેગઢ ગામે હોળીના બંદોબસ્ત દરમિયાન ગામ નાજ બે જીઆરડી જવાનો ઉપર પાંચ સખ્સો એ હીંચકારો હુમલો કરતા પોલીસ બેડા માં ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક વિગતો મુજબ રાપર તાલુકાના ફતેગઢ ગામે ફરજ બજાવતા જીઆરડી મોહનભાઇ પી ગોહિલ અને ફરિયાદી નરેશ પ્રેમજી ગોહિલ ગામ માં હોળી નો તહેવાર હોઈ સાંજના અરસા માં હોળી ના બંદોબસ્તમાં હતા.
તે દરમિયાન ફતેગઢ ત્રણ રસ્તા પેટ્રોલપંપ નજીક બાઈક લઈ ને રાઉન્ડ માં જતા હતાં તે દરમિયાન ફતેગઢ ગામના દિનેશ રામજી કોલી સામેથી પૂરપાટ ઝડપે બાઈક લઈને આવતા બને બાઈકો ની સામાન્ય ટક્કર થઈ હતી. જેમા આરોપી દ્વારા અપશબ્દો આપતા ફરિયાદી નરેશ ગોહિલના કાકા મોહનભાઇ ગોહિલ વચ્ચે પડતાં અને ગાળાગાળી કરવાની ના પાડતા આરોપી દિનેશ ઉશ્કેરાઈને મોબાઈલ ફોન કરી ને તેના ભાઈઓ અને બનેવી જેમા પ્રભુ રામજી, રમેશ રામજી,અને રામજી સંભુ કોલીનો જમાઈ અને એક અજાણ્યો ઇસ્મ ધોકા લાકડી જેવા હથિયારો લઈને ચાંયણા માતાજી નાં મંદિર ખાતે ઘસી આવ્યા હતાં, અને બને કાકા ભત્રીજા જીઆરડી જવાનો સાથે બોલાચાલી કરીને જાતિ અપમાનિત કરી ને મારી હુમલો કર્યો હતો. જેમા બંન્નેને હાથ, પગ સહિત ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેની જાણ રાપર પોલીસ ને કરતા રાપર પોલીસ દ્વારા બને ને રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જેની એટ્રોસિટી એક્ટ તળે ફરિયાદ દાખલ કરી ને વધુ તપાસ રાપર પોલીસે હાથ ધરી હોવાનું જાણાવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.