રસ્તો બનાવવા માંગ:આઝાદી સમયથી વસેલી કાનાણી વાંઢમાં હજુ રોડ નથી બન્યો

રાપર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીમારી, અાકસ્મિક સમયે લોકોને પડતી પારાવાર મુશ્કેલી

રાપર તાલુકાની કાનાણી વાંઢ અાઝાદી સમયથી અસ્તિત્વમાં છે તેમ છતાં અાટલા સમય બાદ પણ વાંઢને જોડતો રોડ નથી બન્યો, જેના કારણે બીમારી કે, અકસ્મિક સમયે લોકોને ગંતવ્ય સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે. રાપર તાલુકામાં અનેક વાંઢો આવેલી છે જ્યાં તાલુકાની મોટાભાગની વસ્તી વસવાટ કરે છે પણ આ લોકોને કેટલાય વર્ષો વીતી ગયાં છતાંય હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ નથી મળતી.

તાલુકાની શાણપર જૂથ ગ્રામપંચાયત હેઠળ આવતી કાનાણીવાંઢનો રસ્તો બન્યો નથી અને ધોળાવીરા રોડથી કાનાણીવાંઢ સુધીનો રસ્તો ખુબ જ ખરાબ છે, જેના કારણે લોકોને બીમારી, કે પ્રસુતાને તાત્કાલિક દવાખાને પહોંચાડવા માટે એમ્બ્યૂલન્સને વાંઢમાં અાવવામાં મુશ્કેલી પડે છે.

સરપંચ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ કાનાણીવાંઢમાં જવા માટે 7 વર્ષ પહેલાં કાચો મેટલ રોડ બન્યો છે પરંતુ વરસાદી સિઝનમાં આ માર્ગ કાદવ કિચડમાં ફેરવાઈ જવાથી લોકોને આવવા-જવામાં તકલીફ પડે છે અને અાવા સમયે ગામમાં કોઇપણ વાહન અાવી શકતું નથી. વધુમાં રાશન સહિત જીવન જરૂરી ચીજવસ્તુ માટે લોકોને 4 કિ.મી. પગે ચાલીને અન્ય ગામમાં જવું પડે છે. અા મામલે સવજી ચાવડા, ઉમેદ મકવાણા, કમા ચાવડા, ધરમશી હરજી ભગત, ધારશી ચાવડા વગેરેઅે નાયબ કાર્યપાલક ઈજનેર ભચાઉ પંચાયત વિભાગને લેખિત રજૂઅાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...