પૂર્વ કચ્છના છેવાડાના સરહદી તાલુકા તરીકે અને સજાના તાલુકા માટે જાણીતા રાપર તાલુકામાં છેલ્લા થોડાક સમયમાં જ કાયદો વ્યવસ્થા જાળવીને પોતાની સૌરાષ્ટ અને અંજારમાં રહેલી ધાક જાળવી રાખનાર પીઆઇની પૂર્વ કચ્છની મહત્વની બ્રાન્ચ એલસીબીમાં બદલી થતાં આજે રાપર પોલીસ સ્ટાફ ધ્વરા ભવ્ય વિદાયમાન અપાયું હતું જેમા સામાજિક, રાજકીય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ગઈકાલે પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાએ 14 પોલીસ ઇન્સ્પેક્ટરોની કરેલી આંતરિક બદલીમાં રાપર પીઆઇ એમ.એન. રાણાને પૂર્વ કચ્છની મહત્વ ની બ્રાન્ચ એલસીબીમાં કાયમી નિમણુંક કરાતાં રાપર પોલીસ સ્ટાફ સાથે અહીંના વેપારીઓ, રાજકીય, સામાજિક આગેવાનોએ પણ શુભેચ્છા પાઠવી માનભેર વિદાય આપી હતી.
બહુ ટૂંકા ગાળામાં કરાયેલી કામગીરીની પણ ભારોભાર પ્રશંસા કરી હતી, જેમાં ખાસ દારૂ, રોમિયો ગીરી, લૂખાગીરી કરતા તત્વો અને ધાર્મિક તહેવારોમાં અહીંના લોકો દ્વારા હળીમળીને તહેવારોની ઉજવણી કરી શકે કોઈ વર્ગ વિર્ગહના ફેલાય તે રીતે સકારાત્મક રીતે કામગીરી કરી તેની સરાહના કરાઈ હતી. તો અહીં ભાઈચારા થી રહેતાં લોકો માટે પોલીસ માટે હંમેશા આદર અને રિસ્પેક્ટ રાખતા હોય છે તેવું પીઆઇ રાણાએ જણાવ્યું હતું.
રાપર પોલીસ સ્ટાફ દ્વારા યોજાનાર વિદાયમાન માં રાપર પીએસઆઈ જી.જી.જાડેજા,રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા,જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા, પાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા, રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ના પ્રમુખ અનોપસિંહ જીતુભા વાઘેલા,રાપર તાલુકા ભાજપ ઉપપ્રમુખ કમલસિંહ સોઢા સહિતનાઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.