ગૌ પ્રેમીઓમાં નારાજગી:બાદરગઢ પાટિયા પાસે 5 ગાયો અને એક આખલા ઉપર ડમ્પર ફરતાં 4 ગાયોના મોત

રાપર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવદયાપ્રેમીઓએ બચેલી 1 ગાયને પાંજરાપોળ સારવાર અર્થે ખસેડી
  • પંથકમાં​​​​​​​ બેફામ દોડતા માટીના વાહનને કારણે વધુ એક અકસ્માત સર્જાયો

રાપર તાલુકા ના બાદરગઢ પાટિયા નજીક આવેલ જૂની ઝરના રસ્તા પર બેકાબુ બનેલા ડમ્પર ચાલકે પાંચ ગાયો અને એક ગૌવંશને અડફેટે લેતાં ચાર ગાયોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતાં, જયારે એક ગાય અને એક આખલાને અસ્થિભંગ સહિત ની ઇજા થતાં ગૌ પ્રેમીઓ દ્વારા રાપર પાંજરાપોળ ખસેડાયા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ જલ્દી માટી ભરવાની લ્હાયમાં આજે બાદરગઢ પાટિયા થી રાપર જતા જૂની ઝર ના માર્ગ નજીક બેકાબુ બનેલા ડમ્પરના ચાલકે બાવળના છાંયડે આરામ કરતી ગાયોના ધણને કચડીને આગળ બાવળમાં ભટકાયું હતું.

ગંભીર રીતે ઘાયલ થયેલી ચાર ગાયોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતાં જયારે એક આખલો અને એક ગાય ને ફેક્ચર સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં ગૌ પ્રેમી ઓ વિશ્વ હિન્દૂ પરિષદ પ્રમુખ જગુભા જાડેજા અને બીજા ગૌ પ્રેમીઓ તથા પાંજરાપોળ સ્ટાફ દ્વારા પાંજરાપોળના ટ્રેકટર અને જેસીબી બોલાવીને વધુ સારવાર માટે રાપરના પાંજરાપોળમાં ખસેડાયા હતા. તો આવી રીતે બેકાબુ રીતે ગાડી ચલાવીને ગાયોનું મૃત્યુ નીપજવતા ગૌ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી હતી.

પોલીસ પ્રત્યે ભારે આક્રોશ જોવાં મળ્યો હતો અને કહી રહ્યા હતાં કે માટીના હપ્તા લેતા હોવાના કારણે આવા ડમ્પર ચાલકો અને તેના માલિકોને પોલીસ વારંવાર છાવરી લેતી હોય છે. આ અગાઉ અનેક વખતે આ પ્રકારની ઈજાઓ અને ગંભીર અકસ્માતો ડમ્પર ચાલકો કરી ચુક્યા છે. જેમા કેટલાય નવ યુવાનો કાળનો કોળિયો બની ચુક્યા છુ. થોડાક સમય અગાઉ મોટી રવ - નંદાસર નજીક પણ સાત થી આઠ ગાયોના ધણ ઉપર ડમ્પર ચાલકે બેકાબુ રીતે કચડીને ગાયોને મોતને ઘાટ ઉતારી હતી.

અન્ય સમાચારો પણ છે...