વિવાદ:બહેનનો ફોટો વોટ્સએપ ડીપીમાં રાખવા મુદે યુવકો પર કુહાડી અને ધોકાથી હુમલો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુની રાવલવાડીમાં ઘરમાં પ્રવેશી કરી તોડફોડ : 3 ઘાયલ

ભુજની જુની રાવલવાડીમાં સોમવારે સાંજે બહેનનો ફોટો વોટ્સએપના ડીપીમાં મુકવા મુદે કુહાડી ધોકાથી માર મારી અને ઘરમાં તોડફોડ કરાઇ હતી. જેમાં ત્રણ યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે 4 શખ્સો વિરૂધ ગુનો નોંધ્યો હતો.ભુજના ભીડ નાકા બહાર સરવા મંડપ મેલડી માતાના મંદિર પાસે રહેતા વેલજી પરસોતમ વાઘેલાએ જુની રાવલવાડીમાં રહેતા ઇશ્વર શીવજી પરમાર, અને કિશન શીવજી પરમાર વિરૂધ ફરિયાદ નોંધવી હતી.

આરોપીઓના ભાઇએ સુનીલ વોટ્સએપ પર ડીબીમાં ફોટો રાખ્યો છે. તે દુર કરવા બાબતે સમજાવવા તેમના ઘરે જતાં આરોપી ઇશ્વરે ઉસ્કેરાઇને ફરિયાદીને મોઢાના ભાગે કુહાડીનો ઘા મારી હોઠ ના ભાગે ગંભીર ઇજા કરીને દાંત તોડી નાખ્યા હતા. અને ફરિયાદીની રિક્ષામાં તોડફોડ કરી હતી.

ફરિયાદીને બચાવવા દિપક રવજી પરમાર વચ્ચે પડતાં આરોપીઓએ માર માર્યો હતો. તો પ્રતિ ફરિયાદમાં ઇશ્વર શીવજી પરમાર રહે જુની રાવલવાડીએ આરોપી વેલજી પરસોતમ વાઘેલા અને દિપક રવજી પરમાર વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ વોટ્સએપના ડીપીમાં ફોટો રાખવાનું મનદુ:ખ રાખીને ફરિયાદીના ઘરે લોખંડનો પાઇપ અને ધોકા સાથે આવીને તોડ ફોડ કરીને ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડી હતી. એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...