ભુજ તાલુકાના ત્રંબો ગામ પાસે બે મોટર સાયકલ સામ-સામે અથડાતાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બે વાહન ચાલકને ઇજા પહોંચી હતી. માધાપર પોલીસ મથકે અકસ્માત સર્જનાર વિરૂધ ગુનો નોંધાવાયો છે.તાલુકાના સરસપર ગામે રહેતા હરીભાઇ ગોપાલભાઇ ખાસાએ જ્યુપીટરના ચાલક નરશીભાઇ ગોપાલભાઇ હેઠવાડીયા (આહિર) વિરૂધ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ ગુરૂવારે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ત્રંબો ગામ પાસે હાજીપીરની દર્ગાહની બાજુના રોડ પર બન્યો હતો.
સરસપુર રહેતા નરશીભાઇએ પુરઝડપે અને બેદરકારીથી વાહન લચાવીને સામેથી આવતી મોટર સાયકલ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં નરશીભાઇને ઇજા પહોંચી હતી. તેમના વાહનમાં પાછળ બેઠેલા વિપુલ ભરતભાઇ ખાસા (આહિર) ઉ.વ.23ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તથા સામેની મોટર સાયકલના ચાલકને પણ ઇજા થતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વિપુલ ખાસાને ગંભીર ઇજાઓ હોઇ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો. જ્યાં શુક્રવારે વહેલી સવારે સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધો હતો. માધાપર પોલીસે જ્યુપીટરના ચાલક નરશીભાઇ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.