આત્મઘાતી પગલું:બિદડામાં માનસિક તાણમાં યુવાનની ફાંસો ખાઇ આત્મહત્યા, રાત્રે સાસરે સગાઇના પ્રસંગે ગયો હતો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માંડવી તાલુકાના બિદડા ગામે રહેતા 22 વર્ષીય યુવાને માનસિક તાણમાં બુધવારે સવારે પોતાના ઘરમાં આડી પર રસ્સો બાંધી આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બુધવારે સવારે આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. બિદડા ગામે રહેતા કમલેશ દિનેશભાઈ થારૂ (ઉ.વ.22) નામના પરણીત યુવાને પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ ફાનિ દુનિયા છોડી દીધી હતી.

બનાવની આગલી રાત્રે મૃતક તેમના સાસરીયામાં સગાઇના પ્રસંગે ગયો હતો. ત્યાંથી રાત્રે પરત ઘરે આવીને પોતાના ઘરમાં આડી પર રસ્સો બાંધીને મોડી રાત્રે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું. તેમજ મૃતકનો ભાઇ વિકલાંગ હોઇ પિતા રિક્ષા ચલાવતા હોઇ ઘરની જવાબદારી મરણ જનાર કમલેશ હોવાથી તે માનસિક ટેનશનમાં રહેતો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...