108 કુંડી યજ્ઞનું આયોજન:ભચાઉના કટારિયા પાસે માનસ હનુમંત ધામમાં આજે કાળી ચૌદસ નિમિતે યજ્ઞ યોજાશે

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સાથે બૃહદ કચ્છથી ભાવિકો યજ્ઞમાં જોડાઈ યજ્ઞવિધીનો લાભ લેશે

સામખીયાળી-મોરબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના જુના કટારીયા માર્ગે આવેલા સેવાધામ માનસ હનુમંત ધામ ખાતે આજે કાળી ચૌદસના અવસરે માનવ કલ્યાણ હેતુ 108 કુંડી સર્વે મનોકામના સિદ્ધિ યજ્ઞ રાત્રિના 9થી 12.15 વાગ્યા સુધી યોજાશે. મહાબલી હનુમાનજી મહારાજ અને મહાકાળી માતાજીની ઉપાસના અંતર્ગત આયોજિત ધાર્મિક પ્રસંગે સ્થાનિક સાથે બૃહદ કચ્છથી ભાવિકો ઉપસ્થિત રહી યજ્ઞ વિધિમાં જોડાશે. જ્યાં એક સાથે વિદ્વાન બ્રહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર હેઠળ યજ્ઞ મંડપ ગુંજી ઉઠશે. દર વર્ષની જેમ આ વખતે પણ કાળી ચૌદસની ઉજવણીથી વિશેષ ધાર્મિકતા દર્શાવતો માહોલ અહીં જોવા મળે છે.

યાત્રિકો માટે કાયમી અન્નક્ષેત્ર અને રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ રહે છે
કટારીયા માર્ગે આવેલા પ્રસિદ્ધ સેવાધમ માનસ હનુમંત ધામ ખાતે આવેલા વિશાળ પ્રતિમા ધરાવતા હનુમાનજીની મૂર્તિ સાથેના મંદિરમાં ભક્તિ સાથે સેવકાર્યોની સુવાસ પણ કાયમ પ્રસરતી રહે છે. અહીં આવતા યાત્રાળુઓની સુવિધા ખાસ ઉતારા વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો કાયમી અન્નક્ષેત્ર અને ગૌશાળા સેવારત છે. હાલ સપરમાં દિવસોને લઈ ભાવિકોની વિશેષ હાજરી જોવા મળી રહી છે. એવા પાવન સ્થળે જગ્યાના મહંત ભાનુપ્રસાદ ગોરના માર્ગદર્શન હેઠળ આજે રાત્રિના 9 થી 12.15 કલાક સુધી સર્વે મનોકામના સિદ્ધિ યજ્ઞ યોજાશે. જેમાં સેંકડોની સંખ્યમાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી યજ્ઞ વિધિમાં સહભાગી થશે. ભુદેવોના સ્વરે એકજ ક્ષણે મંત્રોચ્ચારનો ધ્વનિ સાંભળવા ભાવિકો મોટી સંખ્યમાં ઉમટે છે. આયોજન વ્યવસ્થા મંદિર સેવકગણ દ્વારા સંભાળવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...