ઉજવણી:અજરખપુરમાં LLDC ક્રાફ્ટ મ્યુઝિયમમાં વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવણી કરાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અજરખપુરમાં એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમમાં વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પ્રેરણા ગેલેરી ખાતે “સિંધ અને કચ્છ’ નવી પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી. આરંભે મહેશ ગોસ્વામીએ સૌનું સ્વાગત કર્યું હતું. એલ.એલ.ડી.સી.ના મેનેજિંગ ટ્રસ્ટી અર્મીન શ્રોફે શૉ વિશેની પૂર્વભૂમિકા આપી હતી.

ગેલેરીના આસિસ્ટન્ટ ક્યુરેટર અવનીબેન દેવધર દ્વારા આ ગેલેરીને જે રીતે તૈયાર કરી, પ્રદર્શિત કરાઈ તેના અનુભવોને ટાંક્યા હતા. સંસ્થાના ચેરમેન દિપેશ શ્રોફ, ગૃહવિભાગના ભૂતપૂર્વ સેક્રેટરી તિવારી, કલાધર મુતવા, ડો. વિમ્મીબેન સદારંગાની,મહેશ ખીલવણી અને મુકેશ તિલોકાણીએ દીપપ્રાગટ્ય કર્યું હતું.

નલી ખુલી મુકાયેલી પ્રદર્શનીમા સિંધ અને કચ્છનો નાતો અને સામ્યતાઓ, વિઝ્યુઅલ અને ભરતકામના નમૂનાઓ સાથે સિંધ સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરાઇ છે. જયશ્રી ગુલવાણીએ સિંધી રાગ રાણા પર નૃત્ય રજૂ કર્યું હતું. તે પછી છા તવા સિંધી આહિયો બીજાણી દ્વારા લખાયેલી ઘુનાટિકા રજૂ કરાઈ હતી, જેને તુલસી થવાણી અને મુકેશ તિલોકાણી દ્વારા ભજવવામાં આવ્યું હતું.

કૂકરિશ્મા તિલોકાણી નૃત્ય રજૂ કરાયું હતું. હળવી લધુ નાટિકા આયા તમ નિટડી” મહેશ ખીલવણી, વંશિકા નિલવાણી, તુલસી થવાણી અને મુકેશ તિલોકાણી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સાંજે દ્વિતીય સત્રની મઝહરૂદીન મુતવા ગ્રુપ દ્વારા સિંધી લોકવાળો જોડિયાપાવા, મોરચંગ અને ઘડીગમેલોની પ્રસ્તુતિથી શરૂઆત કરવામાં આવી.

તુગા મારવાડાએ બન્ની વિસ્તારની છાંટ આપીને ગાયકી રજૂ કરી હતી, જ્યારે રવા વાડીએ જોડિયા પાવાના સૂર રેલાવ્યા હતા. મુરા ભૂરા મારવાડાએ ગડો ગમેલા વગાડીને પરંપરાગત લાક્ષણિક્તાવાળું તાલમય વાતાવરણ બનાવ્યું હતું. પત્થા અંજારીયા, હિરેન સોની બકુલ રાજગોર, શિવમ ગજ્જર અને સુરેશ ગુંડાર, અલ્કેશ ગુન્દા, નિઝર અંજારીયાએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...