મંજૂરી હજુ બાકી:સ્ટડી સેન્ટર, પ્રાંત કચેરી માટે ટૂંક સમયમાં અપાશે વર્ક ઓર્ડર

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર કક્ષાઅેથી સ્પોર્ટસ સંકુલની તાંત્રિક મંજૂરી હજુ બાકી

=ભુજમાં અાકાર પામનારા મહત્વના પ્રોજેક્ટો પૈકી સ્ટડી સેન્ટર, પ્રાંત કચેરીના નિર્માણ માટેના ટેન્ડર બહાર પડી ગયા છે અને ટૂંક સમયમાં વર્ક અોર્ડર અાપી કામ શરૂ કરી દેવાશે, જો કે, સ્પોર્ટસ સંકુલની તાંત્રિક મંજૂરી હજુઅે ગાંધીનગર કક્ષાઅેથી બાકી છે.

કચ્છના છાત્રો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઅોને લઇને તૈયારી કરી શકે તે માટે ભુજમાં અાર.ટી.અો. રિલોકેશન સાઇટમાં પુસ્તકાલય, અદ્યતન સુવિધા સાથેનું સ્ટડી સેન્ટર બનાવવા ભાડાના પૂર્વ મુખ્ય કારોબારી અધિકારી મનીષ ગુરવાનીઅે ખાસ રસ દાખવ્યો હતો. જો કે, અા પ્રોજેક્ટને તાંત્રિક મંજૂરી લાંબા સમય બાદ મળી હતી.

અા સાથે ભુજમાં નિર્માણ પામનારી પ્રાંત કચેરીને પણ તાંત્રિક મંજૂરી મળી જતાં અોનલાઇન ટેન્ડર બહાર પડાયા હતા. ભુજના મદદનીશ કલેક્ટર અને ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, સ્ટડી સેન્ટરના 9 ટકા ઉંચા અને પ્રાંત કચેરીના અંદાજિત 10 ટકા ઉંચા ભાવે ટેન્ડર ખુલ્યા છે, જેની ટુંક સમયમાં ગાંધીનગર ચીફ અેન્જિનિયર કચેરીઅેથી મંજૂરી મળી જશે અને વર્ક અોર્ડર મળી જતાં બંને પ્રોજેક્ટના કામનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરી દેવાશે. નવાઇની વાત અે છે કે, હજુ સ્પોર્ટસ સંકુલ માટેની તાંત્રિક મંજૂરી ગાંધીનગર કક્ષાઅેથી મળી નથી, જેના કારણે મહત્વના ત્રણ પ્રોજેક્ટ પૈકી સ્પોર્ટસ સંકુલના નિર્માણ કામગીરીને હજુ વાર લાગશે.

અન્ય સમાચારો પણ છે...