વાહન ચાલકો મુશ્કેલીમાં:સમય મર્યાદા વીતવા છતાં કનૈયાબે-જવાહરનગર માર્ગનું કામ અધૂરૂં

મોખાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 કિલો મીટર લાંબા રસ્તાનું સાત માસ પૂર્વે ખાતમુહૂર્ત થયું હતું

સાત મહિના પહેલાં કનૈયાબેને જવાહર નગરથી જોડતા 12 કિલો મીટર લાંબા રસ્તાનું ખાત મુહૂર્ત કરાયું હતું. માર્ગનું નિર્માણ કરવા અપાયેલી સમય મર્યાદા વીતવા છતાં હજુ સુધી રોડ બન્યો ન હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. ગત તા.20/10/2021ના અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ઝડપી કામ પૂર્ણ કરવા ભલામણ પણ કરાઈ હતી.

સતત વાહનોથી ધમધમતો આ માર્ગ કનૈયાબેથી શરદાનગર, ડગાળા, મોખાણા, લક્ષ્મીનગર, મોડસર, હીરાપર, જવાહરનગર, ધરમપર વગેરે ગામોને આવરી લે છે. હજુ પણ નિર્માણનું કામ પૂર્ણ ન થતાં વાહન ચાલકો ધૂળિયા માર્ગ પર ચાલવા મજબુર બન્યા છે. રોડનું કામ કતીરા કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે. જેનો વર્ક ઓર્ડર તા: 3/5/21ના આપવામાં આવ્યો હતો અને મર્યાદા 9 મહિના એટલે કે તા: 3/2/22 સુધીની હતી.

સમય મર્યાદા પુરી થઈ ત્યાં સુધી કામગીરી પૂર્ણ કરાઈ નથી. આ બાબતે આર એન્ડ બી ના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સમય મર્યાદામાં કામ ન કરનારા કોન્ટ્રાકટર વિરુદ્ધ સરકારના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તાકીદે કામ પૂરું કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા હૈયા ધારણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...