અંજાર તાલુકા પંચાયતમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી તરીકે અંજનાબેન શાંતિલાલ કોટક ફરજ બજાવે છે. જેમની પાસે અભદ્ર માંગણી કરાઈ હતી. પરંતુ, તેમણે શરણાગતિ સ્વીકારી ન હતી, જેથી તેમને હેરાન પરેશાન કર્યા બાદ રાજકીય વગના જોરે ભુજ શહેરની અાઈ.સી.ડી.અેસ. શાખામાં બદલવામાં અાવ્યા હતા, જેથી તેમણે ગુરુવારે જિલ્લા વિકાસ અધિકારી પાસે ન્યાય માટે રજુઅાત કરી હતી. પરંતુ, તેમની રજુઅાતને નાટક ગણાવીને પુરાવા જોવાની પણ દરકાર લેવાઈ ન હતી.
જે અાક્ષેપોનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં ગુરુવારે છપાયો હતો. જોકે, અેજ દિવસે અાસિસ્ટન્ટ પ્રોગ્રામ અોફિસરની નલિયામાં બદલી કરી દેવાયાનો કાર્યાલય અાદેશ શુક્રવારે વહેતો કરાયો હતો.સોશિયલ મીડિયામાં ગુરુવારે બ્રેકિંગ ન્યૂઝ હેઠળ મેસેજ વહેતો કરાયો હતો, જેમાં ભાજપના કાર્યકરોની ખુલ્લી ગુંડાગીરી, લોહાણાની દિકરીને હેરાન કરવાનો નપુશક પ્રયાસનો ઉલ્લેખ હતો. બીજી તરફ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અંજાર તાલુકા પંચાયતમાં નિવૃત ડ્રાઈવર પડ્યા પાથર્યા રહે છે.
અેમના ઉપરાંત 11 માસના કરાર અાધારિત મહાત્મા ગાંધી ગ્રામિણ રોજગાર બાહેધરી યોજનામાં તાલુકા કક્ષાઅે 11 માસના કરાર અાધારિત અાસીસ્ટન્ટ પ્રોગ્રામ અોફિસર દ્વારા જ રાજકીય વગના જોરે વહીવટ ચાલે છે. મહિલાના અાક્ષેપો મુજબ અે.પી.અો. દ્વારા અભદ્ર માગણી કરાઈ હતી. મહિલા શરણે ન અાવતા માનસિક ત્રાસ અાપવાનું શરૂ કરાયું હતું. છેવટે રાજકીય વગના જોરે ભુજમાં બદલી કરી દેવાઈ હતી અને ત્યાં પણ ત્રાસ અપાશે અેવું જણાવાયું હતું, જેથી મહિલા કર્મચારી ડરી ગઈ હતી અને ભુજમાં અાઈ.સી.ડી.અેસ.ની કચેરીમાં બેભાન પણ થઈ ગઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારી પાસે રજુઅાત કરતા ડી.ડી.અો.અે નાટક ગણાવીને પુરાવા જોવાની પણ દરકાર લીધી ન હતી. નવાઈની વાત અે છે કે, મહિલાઅે અંજાર પોલીસ સ્ટેશનમાં તેનો કાર મારફતે પીછો કરાતો હોવાની ફરિયાદ કરી હતી, જેમાં કારના નંબર પણ જણાવ્યા હતા. અામ છતાં નક્કર અને પરિણામલક્ષી કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે શુક્રવારના અંકમાં પ્રકાશિત કર્યો છે.
બીજી તરફ શુક્રવારે અે.પી.અો. હરદીપસિંહ અાર. જાડેજાની અંજાર તાલુકા પંચાયતમાંથી અબડાસા તાલુકા પંચાયતમાં બદલીનો કાર્યાલય અાદેશ વહેતો થયો હતો. સૂત્રોનું માનીઅે તો ઉચ્ચ કક્ષાઅે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લેવાયો છે અને ટૂંક સમયમાં જડ વલણ અપનાવતા જવાબદાર સામે કાર્યવાહી થાય અેવા હેવાલ પણ છે. પરંતુ, અે દરમિયાન સ્થાનિકેથી ફરી મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવાની ધમકી મળી છે, જેથી મહિલાનું સ્વાસ્થ્ય કથળ્યું છે અને હતપ્રભ થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.