મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની અમલવારી ન થતાં ભુજમાં 6 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલુ છે તેમ છતાં પણ તેનો નિવેડો ન આવતાં વડાપ્રધાનને રજૂઆત કરી રાજ્યના તમામ જિલ્લા, તાલુકા સહિત ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ચૂંટણીમાં કેમ ફાયદો થાય તે માટે માત્રને માત્ર ગૌમાતાના નામે મસમોટી જાહેરાતો કરતી ભાજપ સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી તેને લાંબો સમય થવા આવ્યો છે તેમ છતાં તેની અમલવારી ન કરતાં વાલરામજી મહારાજ પાંજરાપોળ-રાતા તળાવના મનજી ખીયશી માવ અને અબડાસા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજી કાનજી મહેશ્વરીએ આમરણાંત ઉપવાસ અને વસંત દામજી ભાનુશાલી, નવીન કાલીદાસ ભાનુશાલી, કૈલાસ ગોસ્વામી તેમજ અખિલ કચ્છ ગૌશાળા-પાંજરાપોળ યુવા સંઘ પ્રમુખ ભરત સોંદરવાએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે, તેમ છતાં પણ સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની અમલવારી ન કરતાં હવે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા સાથે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
આ અંદોલનને રાજેશ આહીર, વાડીલાલ પોકાર, જીતેન્દ્ર વેલજીભાઇ, વાઘજી વેલજી સંઘાર, અનિલદાસ રામદાસ સાધુ, ખીમજી ભાણજીભાઇ, ભરત સોલંકી, ચેતન જોષી વગેરે એ ટેકો જાહેર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.