માર્ગદર્શન:શિયાળો એટલે વોકિંગની મોસમ: વોકિંગ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ 30 ટકા સુધી ઘટાડે છે

ભુજએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જી.કે.ના મેડિસન વિભાગે શિયાળામાં ચાલવાના લાભ, સાવચેતી અંગે આપ્યું માર્ગદર્શન

દુનિયામાં શ્રેષ્ઠ દવા પૈકીની એક દવા વોકિંગ છે. તેમાંય હવે જ્યારે શિયાળો બેસી ગયો છે, ત્યારે તો વોકિંગ બહેતરીન પરિણામ આપે છે. વોકિંગના ધાર્યા પરિણામ લેવા માટે રાખવાની સાવચેતી, સમય તેમજ તેના લાભ અંગે અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના મેડિસન વિભાગના હેડ ડો.જયેશ ત્રિવેદીએ કહ્યું કે, વોકિંગ જીવનને ચાલતું રાખે છે. આ પ્રક્રિયા તમામ રોગ માટે વતે- ઓછે અકસીર છે. પછી હાડકાનો રોગ હોય, ડાયાબિટીસ, બીપી, હ્રુદય રોગ, માનસિક,પાચનતંત્ર અને કેન્સર જેવા રોગમાં પણ રાહતરૂપ છે.

ચાલવાથી લોહીનું પરિભ્રમણ સુપેરે થવાને કારણે કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બ્રેસ્ટ કેન્સર અને મોટા આંતરડાના કેન્સરનું પ્રમાણ 30 ટકા સુધી ઓછું કરે છે. ડો.ત્રિવેદીએ જણાવ્યું કે, વોકિંગમાં જરૂરી સાવચેતી રાખવી જોઈએ.રોજ 30 મિનિટ ઓછામાં ઓછું ચાલવું, શરીરનું સંતુલન જાળવવા બુટ પહેરવા, બાગ,બગીચા કે વોક વે પર સામાન્ય સપાટી પર ચાલવું, વોકિંગની શરૂઆત અને અંતમાં ધીમે ચાલવું, જરૂર જણાય તો પાણી સાથે રાખવું, બ્રિસ્ક વોકિંગ કરવું, ચાલતી વખતે માનસિક તણાવ ટાળવો, જો રસ્તા પર ચાલતા હો તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને આ સમયે વાતો કે કાનમાં ઇયરફોનનો ઉપયોગ ટાળવો. આમ, ચાલવાનું નામ જીવન છે, બસ અનુકુળતા મુજબ સવાર સાંજ ચાલો. હા પરંતુ કોઈ રોગ હોય તો તબીબની સલાહ અવશ્ય લેવી.

અન્ય સમાચારો પણ છે...