લખપત તાલુકાના પાન્ધ્રોની સીમમાં ખેતરમાંથી કોઇ મંજૂરી વિના ખાનગી કંપની દ્વારા વીજ પોલ અને વાયરો નાખવામાં આવ્યા છે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા ખેતર માલિકે યોગ્ય પગલા ભરવાની માગ કરી હતી. સર્વે નં. 148/3/3 વાળી જમીનમાં વીજ પોલ ઉભા કરવા અને વાયર પસાર કરવા માટે કંપની કે તેમના અધિકારી દ્વારા કોઇ પરવાનગી લીધા વિના કામ કરવાની કોશિષ કરવામાં આવે છે.
હાલે ખેતરમાં એરંડાનો પાક ઉભો છે તેમજ પાલતુ પ્રાણીઓ પણ રહે છે તેવી રજૂઆત નવાનગરના રહેવાસી સીતાબેન સગાળાજી મહારાજ અને ગોદાવરીબેન શંકરલાલ મહારાજે કરી હતી. જો કે, હાલમાં આ કામગીરી અટકાવી દેવાઇ છે તેમ પણ અરજદારોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.