કોર્ટમાં જુબાની આપવાના મનદુઃખે ભુજમાં યુવક પર 4 જણાએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઇ છે.સામે પક્ષે વળતી ફરિયાદ પણ થઈ છે.ચાંદચોકમાં રહેતા ફરીયાદી અલ્તાફ અબ્દુલ મોખાએ એ ડિવિઝનમાં જણાવ્યું કે,સ્વીફ્ટ કાર નંબર જીજે 12 એફસી 4055માં સવાર આરોપીઓ ઈબ્રાહીમ હિંગોરજા, ઈરફાન હિંગોરજા, યાસીર હિંગોરજા અને નાસીર હિંગોરજાએ અલમોમીન રેસ્ટોરન્ટ પાસે તેની એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી જેથી ફરીયાદી પડી જતા આરોપીઓ આવ્યા અને રોબાન સુમરા કેસમાં તું અમારા વિરૂદ્ધ કોર્ટમાં કેમ જુબાની આપે છે.
તેમ કહી જાનથી મારી નાખવાના ઈરાદે ધોકા, પાઈપ અને ધારિયા વડે હુમલો કરતા કપાળ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.માર મારતા આરોપીઓ બોલતા હતા કે, અલીબાબા અને મુજાહીદે કહ્યું છે કે, આજે તને પુરો કરી નાખવો છે.તો સામે પક્ષે વળતી ફરિયાદમાં ભીડનાકા પાસે રહેતા ઈર્શાદ ઓસમાણ હિંગોરજાએ જણાવ્યું કે, તે કાકાના દિકરા નાસીર અલીમામદ હિંગોરજા,મામાના દિકરા ઈબ્રાહીમ હુસેન હિંગોરજા અને કાકાના દિકરા જાવેદ ગનીભાઈ હિંગોરજા સાથે નાસ્તો કરવા ગયો ત્યારે અલ્તાફ અબ્દુલ મોખા એક્ટીવા લઈને આવ્યો અને બોલાચાલી બાદ ઝપાઝપી કરવા લાગતા ફરિયાદી છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો જ્યાં અલ્તાફે ફરિયાદીને પીઠના ભાગે છરી મારી દેતાં ઇજાઓ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.