આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે અને ગુરુવારે આરોગ્ય મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ખુદ વિભાગના કર્મચારીઓમાં જ આંતરિક કચવાટ જોવા મળી રહ્યો છે તેઓનું કહેવું છે કે,એકતરફ બે મહીનાથી પગાર થયા નથી અને બીજી તરફ ગ્રાન્ટ પણ આવી નથી આવા સમયે સરહદી સ્થળોએ જવા-આવવા માટે વાહનોનો ઉપયોગ કરવો પડે તેમાં ખર્ચો કોણ ભોગવશે ? તે યક્ષ પ્રશ્ન સર્જાયો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ચાલો બોર્ડર પર કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં આરોગ્યની સેવાઓથી કોઇ વંચિત ના રહે તે માટે ભુજ, લખપત, રાપર, ભચાઉ તાલુકાના 61 સ્થળોએ આરોગ્ય મેળાનું આયોજન કરાયું છે.જેમાં આરોગ્ય તપાસ, એનસીડી સ્ક્રીનીંગ, રેફરલ સેવાઓ, રસીકરણ સેવાઓ તથા આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી અને મા વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરવાની કામગીરી કરવામાં આવશે.દરમ્યાન મેળામાં જનારા કર્મચારીઓને એવી તાકીદ કરાઈ છે કે તમારે પીવાનું પાણી અને ટિફિન પણ સાથે લઈ જવાનું છે અને સરહદી વિસ્તાર હોઈ નેટવર્કની સમસ્યા વચ્ચે જરૂરી સાધનો લઈ જવા પણ કહેવાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.