પશુપાલન અને ખેતી:વાગડ પિયતની સુવિધાથી ખેતીમાં આગળ, પશ્ચિમ કચ્છ પાછળ કેમ ?

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા, અબડાસા અને લખપત વરસાદ આધારિત સિવાય બીજું કારણ શું
  • કચ્છ શાખા નહેરથી વધુને વધુ લાભ રાપર અને ભચાઉને મળતો થયો

કચ્છ જિલ્લામાં પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. પરંતુ, પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના ગામોના ખેડૂતોને પિયતનો લાભ મળે છે અને હજુ વધુ મળશે. પરંતુ, પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપતના ગામો બિલકુલ વરસાદ અાધારિત ખેતી ઉપર નિર્ભર છે, જેથી કેટલાક ખેડૂતો અન્ય ધંધા વ્યવસાય અર્થે જિલ્લા બહાર ચાલ્યા છે. પરિણામે પૂર્વ કચ્છની સરખામણીઅે પશ્ચિમ કચ્છમાં ખેડલાયક જમીન અોછી ખેડાય છે.

કચ્છમાં છેલ્લે 2015માં ખેડલાયક જમીનોની નોંધ થઈ હતી. જે નોંધ મુજબ કચ્છ જિલ્લામાં 7 લાખ 53 હજાર 907 હેકટર જમીન છે, જેમાંથી સાૈથી વધુ રાપર અને ભચાઉ તાલુકામાં અાવેલી છે. ત્યાં પીત જમીન છે અને ખેડૂતો સિંચાઈ માટે સ્રોત ઊભા કરી લે છે. બીજી બાજુ પશ્ચિમ કચ્છમાં કપીત જમીન છે અને સિંચાઈના સ્રોત સિમિત છે, જેથી પશ્ચિમ કચ્છના ખેડૂતોના રસ રુચિ ખેતી તરફ ઘટી ગયા. અધૂરામાં પૂરું ભૂકંપ પછી પશ્ચિમ કચ્છમાં ઈન્ડસ્ટ્રીઝ અેરિયા વધ્યું, જેથી બિનખેતી કરાવવાનું ચલણ વધ્યું. અામ, વાસ્તવમાં હવે પશ્ચિમ કચ્છમાં કેટલી જમીનો ખેડલાયક બચી છે.

અે પણ અેક પ્રશ્ન થઈ ગયો છે. ખેતી સાથે સંકળાયેલા સૂત્રોઅે જણાવ્યું હતું કે, કચ્છ શાખા નહેરનો લાભ રાપર અને ભચાઉ તાલુકાને મળતો થઈ ગયો છે. કેનાલમાંથી ખેતર સુધી લાઈનો ખેંચાઈ નથી. પરંતુ, ગેરકાયદે હજારો પમ્પો લાગી ગયા છે અને તંત્ર પણ અાંખ અાડા કાન કરી ખેડૂતોને સિંચાઈ કરવા દે છે. જ્યારે અે લાભો પશ્ચિમ કચ્છના તાલુકાઅોને હજુ સુધી મળ્યો નથી. જો લોક પ્રતિનિધિઅો જાગે અને પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના ગામો સુધી સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચતા થાય તો ત્રણેય તાલુકાના વધુને વધુ ખેડૂતો ફરી ખેતી કરવા લાગી જાય.

બન્ની જળાશય યોજનાની જોગવાઈ જરૂરી
કચ્છની દુધઈ સબ બ્રાન્ચ કેનાલ મારફતે બન્ની જળાશય યોજના અમલમાં મૂકવાની જોગવાઈ હતી અને બન્ની જળાશય યોજના પૂર્ણ થાય તો 1 લાખ 42 હજાર અેકરમાં ઘાસ ઉગી નીકળે, જેથી પશુપાલન ઉદ્યોગને પણ બળ મળે. અે માટે અધિક્ષક ઈજનેરે પણ અેફિડેવિટ કરી હતી. પરંતુ, માત્ર 23 કિ.મી.નું કામ કરી 45 કિ.મી.નું કામ અાજ પણ બાકી રાખી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...