ચર્ચાનો વિષય બન્યો:મુન્દ્રા પોર્ટ પરથી જ કેમ વારંવાર ડ્રગ્સ પકડાય છે ? રાહુલ ગાંધી

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર ડ્રગ માફિયાઓને રક્ષણ આપે છે ?

કચ્છમાં અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે.ડ્રગ્સની હેરફેર મુદ્દે કચ્છ ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયું છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત સરકાર સામે નિશાન તાક્યું હતું અને મુન્દ્રા પોર્ટ પર વારંવાર ડ્રગ્સ પકડાતો હોવાનું જણાવી સવાલો પૂછ્યા હતા.

રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, ડબલ એન્જિન સરકારમાં કોણ લોકો છે, જે રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને દારૂ માફિયાને પનાહ આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ કે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થા છે કે પછી માફિયા સરકાર છે. આ મુદ્દે હવે પ્રિયંકા ગાંધીએ પણ સવાલો કર્યાં હતા.

રાહુલે એવો પણ સવાલ કર્યો હતો કે, મુન્દ્રા બંદરેથી ત્રણ વખત ડ્રગ્સ ઝડપાયું હતું. પરંતુ તેમ છતાં આ જ બંદર પર કેમ ડ્રગ્સ ઉતારવામાં આવે છે? 21 સપ્ટેમ્બરે 3000 કિલો (રૂ. 21000 કરોડ) ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે 22 મેના રોજ 56 કિલો ડ્રગ્સ (રૂ. 500 કરોડ) ઝડપાયું હતું. 22 જુલાઈના 75 કિલો માદક દ્રવ્ય (રૂ. 375 કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું.ગુજરાતના યુવાઓને શા માટે નશામાં ધકેલાઈ રહ્યા છે ? શુ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા નથી ? ડ્રગ્સ-દારૂ માફિયાઓને કોણ સંરક્ષણ આપે છે ? તેવા સવાલો પુછતા આ મુદ્દો દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...