રિડેવલોપમેન્ટની કામગીરી:નગરપાલિકાની દુકાનો તોડવી કે નહીં એ રાજકીય ઈચ્છા શક્તિ ઉપર નિર્ભર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ પોર્ટે અાડેનું શોપિંગ સેન્ટર હાલ ધરાશાયી થાય અેમ નથી
  • બાંધકામની કિંમત નક્કી કરવા નગર નિયોજકની કચેરી, અાર. અેન્ડ બી.માં ફાઈલ ફરશે

ભુજ નગરપાલિકાઅે બસ પોર્ટે અાડેની સુધરાઈની 180 દુકાનો તોડી પાડીને રિડેવલોપમેન્ટનો ઠરાવ કરી નાખ્યો છે. પરંતુ, હજુ જમીનની કિંમત નક્કી કરવા નગર નિયોજકની કચેરી અને બાંધકામની કિંમત નક્કી કરવા અાર. અેન્ડ બી. સ્ટેટમાં ફાઈલ જશે, જેથી હવે અાગળની ગતિ પ્રગતિ રાજકીય ઈચ્છા શક્તિ ઉપર અાધારિત થઈ ગઈ છે.

ભુજ બસ પોર્ટના બંને દરવાજાને પહોળા કરવાના છે, જેથી ભુજ નગરપાલિકાની 180 દુકાનોમાંથી કેટલીક દુકાનો નડતર રૂપ બની ગઈ છે, જેથી ભુજ નગરપાલિકાઅે ભાડૂતો સાથે દરેક દુકાનો થોડી થોડી નાની કરી અેટલી સંખ્યામાં નવી દુકાનો બનાવવા રિડેવલોપમેન્ટની સંમતિ સાધી લીધી છે. જેની અાગળની વહીવટી તંત્રની કાર્યવાહીની સત્તા મુખ્ય અધિકારીને સોંપી દીધી છે.

હાલ તો નગર નિયોજકની કચેરીઅે જમીનની વેલ્યુઅેશન માટેની કાર્યવાહી હાથ ઉપર લેવાઈ છે. ત્યારબાદ બાંધકામની વેલ્યુઅેશન માટે અાર. અેન્ડ બી. સ્ટેટમાં ફાઈલ મોકલવી પડશે. અે પછી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની મંજુરી માટે ફાઈલ અાગળ વધશે. ત્યાંથી મંજુરી મળી જાય અે બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે. જે સરકારી તંત્રના બાબુ કાચબા ગતિઅે અાગળ વધારશે. જો રાજકીય ઈચ્છા શક્તિ હોય તો અેકાદ અઠવાડિયામાં તમામ કામગીરી અાટોપી શકાય.

પરંતુ, અે હવે શક્ય દેખાતી નથી, જેથી દિવાળી પહેલા દુકાનો તોડી પાડવામાં અાવશે કે કેમ અે પણ અેક પ્રશ્ન છે. જોકે, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર અને કારોબારી ચેરમેન જગત વ્યાસે તેમના સ્તરેથી ખૂબ જ ઝડપી કાર્યવાહી અાટોપી લીધી છે. હવે મુખ્ય અધિકારી કેટલી ઝડપ લાવશે અે અેમની ઈચ્છા શક્તિ ઉપર અાધાર રાખે છે.

અન્ય સમાચારો પણ છે...