ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપર લારી ગલ્લા રાખીને ધંધો કરનારા પાસે સફાઈ વેરો વસુલાય છે. પરંતુ, અેમાં નકલી પહોંચ અાપીને વસુલાતમાં કાૈભાંડ અાંચરવાની ભીતિ રહેલી છે, જેથી નગરપાલિકા દ્વારા અોન લાઈન પેમેન્ટ સિસ્ટમ વિકાસાવવાની પ્રક્રિયાને અંજામ અાપી દીધો છે.પ્રાપ્ત વિગતો મુજબ 2010 દરમિયાન સીનીયર ક્લાર્ક દ્વારા દુકાન ભાડું વસુલાતું હતું. પરંતુ, તેણે નકલી પહોંચ બૂક છપાવી લીધી હતી અને દુકાનદારને નકલી પહોંચ અાપીને લાંબા સમય સુધી કાૈભાંડ અાંચર્યું હતું. જોકે, શાખા બદલી દરમિયાન નવા અાવેલા કર્મચારીઅે સમગ્ર કાૈભાંડ પકડી પાડ્યું હતું અને કાૈભાંડી કર્મચારીને પાલારા જેલમાં જવું પડ્યું હતું.
અામ છતાં ભુજ નગરપાલિકાઅે અેવા કાૈભાંડની શક્યતા ઉપર જ પૂર્ણ મૂકાઈ જાય અેવી સિસ્ટમ વિકસાવવા તરફ લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં. પરંતુ, હવે અેન્ડ્રોઈડ મોબાઈલનો યુગ અાવી ગયો છે, જેથી અોન લાઈન પેમેન્ટ સિસ્ટમથી સફાઈ વેરો વસુલવાની સિસ્ટમ ગોઠવી લીધી છે, જેમાં ક્યૂઅાર કોડ મારફતે સ્થળ ઉપર કર્મચારી જશે અને દુકાનદાર અોન લાઈન પેમેન્ટ કરી દેશે.
પરંતુ, અત્યાર સુધી જે પહોંચ અપાતી હતી અને અેમાંથી કેટલાની જમા થતી હતી અે અેક શંકાનો વિષય છે. કેમ કે, નગરપાલિકા જેવી નકલી પહોંચ બૂક તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી છપાવી શકાય. નકલી પહોંચ અાપીને રૂપિયા વસુલી પણ લેવાય. પરતુ, અે રકમ નગરપાલિકામાં જમા જ ન થાય. જે બાબતે અેન.યુ.અેલ.અેમ.ના મેનેજર કિશોર શેખાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં અોન લાઈન પેમેન્ટ સિસ્ટમ કાર્યરત થઈ જશે. જે અેપ મારફતે જુદા જુદા અોપશન હશે. અેટલે મૂંઝવણ જેવું પણ કંઈ નહીં રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.