ભાસ્કર વિશ્ર્લેષણ:પશ્ચિમ કચ્છમાં પાસાનો ગાળિયો સખત બનાવાયો : વર્ષ 2021 માં 18 શખ્સોની સામે 2022ના 5 મહિનામાં 12 ગુનેગાર જેલમાં પુરાયા

ભુજ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોરખ ધંધાર્થીઓને આકરી સજા
 • દારૂ,જુગારનો અડ્ડો, કેબલચોરી,મારામારી સહિતના બનાવોમાં માથાભારે શખ્સોને થઈ જેલ
 • સામાન્ય રીતે 1 વર્ષની જેલની સજા કાપવી પડે,પણ દર 3 મહિને બેસતા પાસા બોર્ડ દ્વારા લેવામાં આવે છે આખરી નિર્ણય

પશ્ચિમ કચ્છમાં વધતી ગુનાહિત પ્રવૃતિઓ વચ્ચે પોલીસ દ્વારા પાસાનો ગાળિયો સખત બનાવવામાં આવ્યો છે જેથી વર્ષ 2021 માં 18 શખ્સોની સામે 2022ના 5 જ મહિનામાં 12 ગુનેગાર પાસા તળે જેલમાં પુરાયા છે. ગત વર્ષે કોવિડની બીજી અને ત્રીજી લહેર હોવાથી પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સરકારી નિયમોની અમલવારી કરાવવામાં વ્યસ્ત હતી.

જોકે આ વર્ષે ધીરે ધીરે તમામ પ્રતિબંધો હટી ગયા જેથી ગુનેગારીકરતા તત્વો પર કાયદાની ધાક જમાવવામાં આવી છે.ગત વર્ષે 12 મહિનામાં 18 શખ્સોને પાસા કરવામાં આવી હતી જેની સામે ચાલુ વર્ષે માત્ર 5 જ મહિનામાં 12 જણાને પાસા તળે અમદાવાદ, સુરત,વડોદરા,ભાવનગર જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે પાસા તળે આરોપીને 1 વર્ષની જેલની સજા કાપવી પડે છે પણ દર 3 મહિને બેસતા પાસા બોર્ડ દ્વારા ગુનેગારની ગુનાહિત પ્રવુતિ અને તેણે જામીન પર છૂટવા માટે રજૂ કરેલા વિવિધ કારણોને ધ્યાને રાખીને આખરી નિર્ણય લેવામાં આવે છે.

પાસા બોર્ડમાં હાઇકોર્ટના જસ્ટિસ બેસતા હોય છે.ઉલ્લેખનીય છે કે,એલસીબી દ્વારા દારૂ,જુગાર, કેબલચોરી તેમજ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાયેલા આરોપીના નામની પાસા તળે દરખાસ્ત કલેક્ટર સમક્ષ કરવામાં આવે છે જિલ્લા કલેક્ટર દ્વારા દરખાસ્ત અન્વયે પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવે છે જેથી પશ્ચિમ કચ્છ LCB દ્વારા આરોપીની અટકાયત કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

વર્ષ 2021માં પાસા તળે અટકાયત કરવામા આવેલ વ્યકિતઓના નામ સરનામા

 • ​​​સદામ હારૂન ખલીફા ઉ.વ.25, રહે. કાળી તલાવડી,તા.ભુજ
 • રમજાન ઉર્ફે પતુ ઉમર મમણ, ઉ.વ.21, રહે.નાના વરનોરા.
 • દાઉદ ઈબ્રાહીમ મોખા ઉ.વ.19, રહે.નાના વરનોરા
 • સુલેમાન સાધક સમા, ઉ.વ.45, રહે. જુણા, તા.ભુજ
 • સોયબ સુલેમાન સમા, ઉ.વ.23, રહે સાધકાણીવાસ, જુણા
 • મીઠા મામદ્રીન સમા, ઉ.વ.22, રહે. જુણા, તા.ભુજ
 • સાલે હાસમ સમા, ઉ.વ.28, રહે. જુણા, તા.ભુજ
 • હસન હાસમ સાલે સમા, ઉ.વ.35, રહે, જુણા.
 • મનિષ નારાણ આહીર, ઉં.વ.39 રહે. મોખા, તા.મુંદરા
 • શીવુભા ઉર્ફે કારીયો ધીરૂભા સોઢા, ઉ.વ.34, મોટા કાંડાગરા
 • ભગીરથસિંહ લખપતસિંહ ઝાલા ઉ.વ.25,રહે. ભુજ
 • અબ્દુલ કાદરશા મામદશા સૈયદ, ઉ.વ.29, રહે. સાડાઉ
 • અનિલસિંહ લઘુભા જાડેજા, ઉં.વ.35, રહે, દરશડી
 • મહિપતસિંહ કિરીટસિંહ વાઘેલા, ઉં.વ.30,મુંદરા
 • નરેન્દ્રસિંહ રવાજી જાડેજા,ઉ.વ.23, રહે. ભુજ
 • સરદારસિંહ અજીતસિંહ સોઢા, ઉં.વ.40, રહે-આશાપર
 • રામગર સુરેશગર ગોસ્વામી, ઉં.વ.24, રહે. માનકુવા.
 • ઇબ્રાહિમ હાસમ કેવર, ઉ.વ.28, રહે.ભુજ

ચાલુ વર્ષે પાસા હેઠળ આ વ્યક્તિઓ સામે કાર્યવાહી

 • રાણા નારાણભાઇ રબારી, ઉ.વ.59, રહે.ગંઢેર,વાડી વિસ્તાર, તા.ભુજ
 • બાબુ રાણા રબારી, ઉ.વ.25, રહે.સૈયદપીર વાડી વિસ્તાર, ગંઢેર,તા.ભુજ
 • અશોકસિંહ વિજયસિંહ જાડેજા, ઉ.વ.47, મુળ રહે.મંજલ,હાલે માધાપર
 • વસંત હરીલાલ સોની, ઉ.વ.50, રહે. રઘુવંશીનગર, ગાંધીધામ
 • દેવેન્દ્રસિંહ ગજુભા જાડેજા, ઉ.વ.42, રહે. નારાણપર(વિંઝાણ), તા.અબડાસા
 • હરી હરજી ગઢવી, ઉ.વ.38, મુળ રહે. મોટા કોટાયા, હાલે માંડવી
 • પ્રકાશ કેલાજી ઠાકોર ઉવ.21 રહે.કેશવનગર, આદિપુર મુળ બનાસકાંઠા
 • દિલીપસિંહ જીલુભા જાડેજા, ઉવ.42, રહે.મકડા,માંડવી
 • મનિષ નારણ જરૂ(આહિર), ઉવ.41, રહે.ગામ-મોખા, તા.મુંદરા
 • પચાણ નારાણભાઇ ચાવડા, ઉવ.55, રહે.ગામ-વાઘુરા, તા.મુંદરા
 • રણછોડભાઇ શામજીભાઇ છાંગા(આહિર), ઉ.વ.48, રહે.રતનાલ
 • શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, ઉ.વ.23, રહે.ભોરારા.
અન્ય સમાચારો પણ છે...