ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી:આડેસર ચેકપોસ્ટ પાસે ઇકો સ્પોટમાં ચોરખાનામાં દારૂ છૂપાવીને લઇ જતા બે ઝડપાયા

કચ્છ (ભુજ )10 દિવસ પહેલા
  • રૂ. 91 હજારની બ્રાન્ડેડ સ્કોચ વહીસ્કી સહિતની 149 દારૂની બોટલ ઝડપાઇ
  • કચ્છમાં ક્યાં સ્થળે દારૂની ડિલિવરી આપવાની હતી તે અંગેની તપાસ પોલીસે હાથ ધરી

ઉત્તર ગુજરાત સાથે જોડતી કચ્છની સરહદ પર આવેલા આડેસર ચેકપોસ્ટ પરથી આજે પોલીસે ઇકો સ્પોટ કારમાં બનાવેલા ચોર ખાના અંદર છુપાવેલો દારૂ ઝડપી પાડ્યો હતો. રૂ. 91 હજારના બ્રાન્ડેડ દારૂની 149 બોટલ સાથે 5 લાખની કાર સહિત કુલ રૂ. 6 લાખ 10 હજારની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો.

ઇકો કારમાં સવાર બે આરોપીઓની ઝડતી લઈ દારૂની ખેપ આડેસર પોલીસે પકડી પાડી હતી. રાજસ્થાનના જોધપુર જિલ્લાના બન્ને આરોપીને પકડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બરવારા લઠ્ઠાકાંડ બાદ હાલ કચ્છ પોલીસ નશાખોરી વિરુદ્ધ સખત બની છે ત્યારે બુટલેગરો નિતનવા ગતકડાં અપનાવી કચ્છમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યાનું સામે આવ્યું હતું.

એક તબક્કે પોલીસને કારમાં દારૂ દેખાયો નહોતો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આડેસર પોલીસ મથકના પીએસઆઇ ભરત રાવલને મળેલી સચોટ બાતમીના આધારે દિલ્હી પારસિંગની ઇકો સ્પોટ કાર નંબર DL 10 CF 3382 વાળી કચ્છ તરફ આવી રહી હતી ત્યારે કારને અટકાવી તેમાં સવાર આરોપી જીતેન્દ્ર શંભુરામ અને હેમરાજ બાબુલાલ ઓડ રાજસ્થાનના જોધપુર જિલ્લાના રહેવાસીની ઝડતી લેતા તેમના કબ્જા હેઠળની કારમા બનાવેલા ચોર ખાના અંદર છુપાવેલો દારૂ ઝડપી પાડ્યો હતો. બન્ને આરોપી વિરુદ્ધ આડેસર પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ તળે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...