તસ્કરી:સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ગયા અને મત્તા ગુમાવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલોનીમાં કચ્છી પરિવારને થયો કડવો અનુભવ
  • તસ્કરો કારના કાચ તોડી ત્રણ પરિવારના કપડાલત્તા સહિત છ બેગ ઉઠાવી ગયા

મૂળ કચ્છના રહેવાસી અને મુંબઈમાં મુલુંડ ખાતે રહેતા કચ્છી ભાનુશાળી પરિવારના સાત થી આઠ સભ્યોનો પરિવાર ન્યુયર મનાવવા કેવડિયા કોલીની ગયો જ્યાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી તસ્કરો માલમતા ચોરી જતા સૌને પહેરેલે કપડે પરત ફરવાનો વારો આવ્યો હતો.માંડવી તાલુકાના શિરવા ગામના અને હાલ મુંબઈમાં મુલુંડ ખાતે રહેતા હિરેન ભાનુશાળીના જણાવ્યા મુજબ તેમનો સાત થી આઠ લોકોનો પરિવાર નવી નક્કોર એમએચ 47 બીએફ 9819 નંબરની કિયા કારમાં મુલુંડથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા.

જ્યાં પોલીસે આગ્રહ કરી કારને પાર્કિંગ કરાવી હતી અને પાર્કિંગ સ્ટાફે રૂપિયા 50 ની પાર્કિંગ ભાડુ વસુલતી પાવતી પણ આપી હતી.બપોરના 12.30 વાગ્યે ગાડી પાર્ક કરી પરિવારના સભ્યો સંકુલમાં પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ ત્રણ કલાક પછી અંદાજીત 3:30 વાગ્યે મુલુન્ડ પોલીસનો ફોન આવ્યો હતો.જેમાં મુલુંડ પોલીસે જણાવ્યું કે તમે પાર્કિંગમાં જાઓ તમારી ગાડીના કાચ તોડી ચોરી થઇ છે.બનાવને પગલે પાર્કિંગ સ્થળે પહોચ્યા ત્યારે પોતાની કાર સહીત વડોદરાની અન્ય કારના પાછળના કાચ તોડી કારમાં રાખેલ માલસમાન સહીત છ બેગ ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

આ ઘટનામાં પાર્કિંગ કરાવનાર પીલીસ અને સ્લીપ આપનાર કર્મચારી સ્થાનિકે ગુમ જણાયા હતા. જોકે કેવડીયા કોલોની પોલીસે તૂટેલા કાચ જોઈ ગાડીના નંબરના આધારે તપાસ કરી મુલુંડ પોલીસને જાણ કરતા મુલુંડ પોલીસે આરટીઓના માધ્યમથી પરિવારના મોબાઈલ નંબર મેળવી બનાવની જાણ કરી હતી.

બનાવ બાદ કેવડીયા પોલીસે પરિવારને બનાવ અંગે ફરિયાદ કરાવો તેવું કહી ધમકાવ્યા હતા.પાર્કિંગ એરિયામાં ક્યાંક સીસીટીવી કેમેરા ન હતા અને પોલીસ બંદોબસ્ત પણ ન હતો.એકજ દીવસમાં ત્યાં આઠથી દસ ગાડીઓના કાચ તોડી ચોરીઓ થયાનું જાણવા મળ્યું હતું.કચ્છી પરિવારના કારની કાચ તોડી માલસમાનની ચોરીના બનાવ અંગે કેવડીયા પોલીસે ચોર ઇસમ વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...