રજૂઆત:ખાવડામાં પાણીની વિકટ સમસ્યા છતાં કુવાનું પાણી અપાય છે અન્ય ગામોને : પખવાડિયામાં માત્ર એક કલાક અપાતું નીર

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર અને પા. પુ. ઇજનેરને કરી રજૂઆત

ભુજના ખાવડામાં પીવાના પાણીની સમસ્યા દિવસા-દિવસ વિકટ બની રહી છે, જેને લઇને ઉપસરપંચે કલેક્ટર, પાણી પુરવઠાના ઇજનેરને રજૂઅાત કરી છે.ખાવડા ગ્રામપંચાયતના ઉપસરપંચ સુરેશ અેમ. મારવાડાઅે કલેક્ટર અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ-ભુજના અધિક્ષક ઇજનેરને કરેલી રજૂઅાત મુજબ સરહદી ખાવડામાં પાણીની સમસ્યા વધુ વિકટ બની રહી છે, જેના કારણે લોકોને પીવાના પાણી માટે દુર-દુર ભટકવું પડે છે.

તાજેતરમાં મળેલી ગ્રામસભામાં લોકોઅે પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જન અાંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી, જેથી તાત્કાલિક ધોરણે સ્થાનિકે અાવેલા કુવાનો કબ્જો પંચાયતને સોંપવામાં અાવે તેવી માંગ કરી છે. નવાઇની વાત અે છે કે, ગામમાં પાણીની અછત છે તેમ છતાં ગામના જ કુવાનું પાણી અન્ય ગામોમાં વિતરણ કરવામાં અાવી રહ્યું છે. મહિનામાં 15 દિવસે 1 વખત માત્ર 1 કલાક માટે પાણી ચાલુ કરાય છે, જે મુજબ અાખા ગામને પાણી પૂરું પાડી શકાય તેમ નથી. ગામના કુવાનો કબ્જો પંચાયતને સોંપી, તેની જવાબદારી પાણી પુરવઠા દ્વારા લેવામાં અાવે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...