વેકેશન પૂર્ણતા ભણી:કચ્છને જોડતી ટ્રેનોમાં વેઈટીંગ ઘટ્યું, છતાં શાળાઓ શરૂ થતી હોઇ મુંબઈની ટ્રેનો ફૂલ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાળુ વેકેશન હાલમાં પૂર્ણતા ભણી છે અને આગામી સોમવારથી જયારે શાળાઓ શરુ થઇ રહી છે ત્યારે વાલીઓ અને બાળકો પરત પોતાના ઘરે જવા નીકળ્યા હોઈ હાલમાં ભુજ - મુંબઈની બંને ટ્રેનો પુરા મુસાફરો સાથે દોડી રહી છે પણ વેઇટિંગ સાવ ઘટી ગયું છે તેમજ સોમવારથી તો તમામ ટીકીટ ઉપલબ્ધ હોવાની વિગતો સામે આવી છે.

આ અંગેની વિગતો મુજબ, વેકેશનની શરૂઆતમાં ટ્રેનોમાં ધસારો વધતા ટીકીટ મળવી પણ મુશ્કેલ બની ગઈ હતી અને પ્રવાસીઓના ધસારાને જોતા રેલવે દ્વારા વધારાના કોચ પણ.જોડવામાં આવ્યા હતા હાલમાં જ્યારે વેકેશનની સીઝન પૂર્ણ થઈ રહી છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરે પહોંચી ગયા હોઇ ભૂજ-મુંબઈની ટ્રેનોમાં વેઈટીંગ ઘટી ગયું છે અને તપાસણી કરતા સોમવારથી ટીકીટ ઉપલબ્ધ હોવાની વિગતો સાંપડી હતી.

સયાજીનગરી ટ્રેનમાં જનરલ ટિકિટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી, રેલવે મથકે રખાયું મશીન
કોરોનાકાળમાં ટ્રેનોમાં જનરલ ટીકીટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ત્યારે 2 વર્ષ બાદ હવે ટ્રેનોમાં જનરલ ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.કચ્છમાં હાલ 1 જુનથી સયાજીનગરી ટ્રેનમાં જનરલ ટીકીટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આગામી 1 જુલાઈથી કચ્છની અન્ય ટ્રેનોમાં પણ આ સેવા શરૂ થશે તેવુ સૂત્રોએ જણાવ્યું હતું.દરમ્યાન ભુજ રેલવે મથકે જનરલ ટીકીટ ખરીદવા માટે ઓટોમેટીક મશીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેની મદદથી બારીના બદલે મશીનમાંથી જ ટિકિટ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...