જાહેરસભા:સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં પણ ઉમેદવાર ઊભા રાખશું : ઓવૈસી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર અસદુદ્દીન ઓવૈસીને આવકારવા સમર્થકો ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
એરપોર્ટ પર અસદુદ્દીન ઓવૈસીને આવકારવા સમર્થકો ઉમટી પડ્યા હતા.
  • એ.આઈ.એમ.આઈ.એમના રાષ્ટ્રીય અધ્યક્ષ કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવ્યા
  • ​​​​​​આજે ભુજમાં કાર્યાલય ઉદઘાટન અને સાંજે ખારસરા મેદાનમાં જાહેરસભાને સંબોધશે

અોલ ઈન્ડિયા મજલિસ-અે-ઈત્તેહાદુલ મુસ્લિમિનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન અોવૈસી સરહદી કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે અાવ્યા છે, જેમાં પ્રથમ દિવસે શનિવારે માધ્યમોને માહિતી અાપતા જણાવ્યું હતું કે, સરકારી દાવા વચ્ચે અારોગ્ય સહિતની સેવાઅો પણ નબળી છે. જે કોરોનાના સંક્રમણ સમયના સરકારી અાંકડા અને કોરોનાથી મૃતકોને સહાયના અાંકડાઅોની વિસંગતતાથી સ્પષ્ટ થયું છે. ગુજરાત રાજ્યમાં અલ્પસંખ્યક અને વંચિતોનો વિકાસ નથી થયો. ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાત સાથે કચ્છ જિલ્લામાં પણ ઉમેદવાર ઊભા રાખશે.

ભુજ શહેરના ખારસરા મેદાનમાં રવિવારે સાંજે 7 વાગે તેમની જાહેર સભાનું અાયોજન કરાયું છે. જે પૂર્વે અાગલા દિવસ શનિવારે સવારે 8.10 વાગે તેઅો હવાઈ માર્ગે ભુજ અાવ્યા હતા. બપોરે 4 વાગે પત્રકાર પરિષદમાં તેમના ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદની ઘટનાક્રમ વિશે સવાલો કરવામાં અાવ્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના લોકોઅે નુપુર શર્મા સામે કાર્યવાહીની માંગણી કરી તેને અવગણવામાં અાવી. પરંતુ, અરબ દેશોઅે વાંધો નોંધાવ્યો અેટલે તરત જ સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરવામાં અાવી.

મતલબ દેશના લોકોને સાંભળવામાં જ નથી અાવતા. વિદેશોમાં છબિ ખરડાય ત્યારબાદ વિદેશોને સાંભળીને કાર્યવાહી કરવામાં અાવે છે. જે ઉચિત નથી. તેમને જ્યારે પૂછ્યું કે, નુપુર શર્માના વિવાદિત બયાન બાદ વિરોધનો વંટોળ ઉઠ્યો, જેમાં અાપ પણ જોડાઈ ગયા. પરંતુ, નુપુર શર્માને પીટ પીટ કે માર ડાલેંગે અેવા મુસ્લિમ નેતાના બયાન ઉપર અાપની શું પ્રતિક્રિયા છે. જે ઉપર તેમણે જણાવ્યું હતું કે, બધા સામે કાયદાના દાયરામાં કાર્યવાહી થવી જોઈઅે.

150 અામંત્રિત ઉલેમાઅો સાથે સંવાદ
અા પહેલા તેઅો બપોરે 3 વાગે શહેરની જાણીતી ખાનગી હોટલમાં ઉલમા કાઉન્સિલમાં ત્રણેય મસ્લકના 150 જેટલા ઉલમા અે કિરામ સાથે સંવાદ કર્યો હતો. સાંજે 5 વાગ્યા પછી પાર્ટીના હોદ્દેદારો સાથે મુલાકાત યોજી હતી. સાંજે 6.30 વાગ્યે લુણી શરીફ મધ્યે સૈયદ અહમદશા બાવાની દરગાહ શરીફ પર તાઝીયત. સાંજે 7.30 વાગે માંડવી મુફતી અે કચ્છ દરગાહ શરીફ મધ્યે ઝિયારત કરવાનો કાર્યક્રમ પણ હતો. બીજા દિવસે રવિવારે સવારે 10 વાગ્યે પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન અને બપોરે 12 વાગે હાજીપીર દરગાહ શરીફ ઝિયારત કરશે. સાંજે 7 વાગે ખારસરા મેદાનમાં જાહેર સભાને સંબોધશે.

અન્ય સમાચારો પણ છે...