વીસ ફૂટ ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો:ભચાઉના શિકારપુર પાસે નર્મદાની પાણીની લાઈનનો વાલ્વ લીકેજ થતા પાણીનો વેડફાટ, આસપાસના ખેતરોમાં પાણી ભરાયા

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા

કચ્છ જિલ્લામાં નર્મદા પાણીનું વહન કરતી GWILની મુખ્ય પાણીની પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાણ સર્જાતું રહે છે. જેના કારણે મહામુલા પાણીનો વ્યાપક બગાડ થતો રહે છે. ત્યારે આજે ભચાઉ તાલુકાના શિકારપુર જંગી માર્ગે પણ પાણીના એરવાલ્વમાં ભંગાણ સર્જાયું હતું.. ભંગાણ સર્જાતા પાણીનો વીસ ફૂટ ઊંચો ફૂવારો ઉડી રહ્યો છે અને કલાકો સુધી પાણીનો વેડફાટ થતા અસંખ્ય લીટર પાણી વહી ગયું છે.

તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવા લોકોની માગ
પાણીની વિશેષ જરૂરિયાત વાળા કાંઠા વિસ્તારના મોડપર ચાર રસ્તા નજીક એરવાલ્વમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વહી જતા આસપાસના ખેતરોમાં ભરાઈ જવા પામ્યું છે. જેને લઈ ખેતરોમાં કરેલા વાવેતરને નુકસાન થવાની સંભાવના સ્થાનિક લોકોએ વ્યક્ત કરી છે. ત્યારે તંત્ર દ્વારા લીકેજ પામેલા એરવાલ્વનું તાકીદે સમારકામ હાથ ધરી પાણીનો વેડફાટ અટકાવવો જરૂરી હોવાનું લોકોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...