પશ્ચિમ કચ્છના બંદરીય શહેર માંડવીનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થવા સાથે સ્થાનિક સમસ્યામાં પણ વિકાસ જોવા મળી રહ્યો છે. અહીંના મુખ્ય માર્ગે સર્જાતી કાયમી ટ્રાફિક સમસ્યાથી બારાતું સાથે સ્થાનિક લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના નિવારણ માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરાય એવી માગ ઉઠી છે. તો બીજી તરફ શહેરના વિકસમાં રોશની ફેલાવતી રોડલાઇટ દિવસે પણ ઉજાસ ફેલાવી રહી છે. જેને લઈ તંત્ર સામે લોકોમાં અચરજ સાથે નારાજગી ફેલાઈ છે. સુધરાઈ દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરાય એવી માગ ઉઠી છે.
આ અંગે માંડવી શહેરના લોકોએ વિગતો આપતા જણાવ્યું હતું કે અહીંના સાંધીપડીથી કંસારા બજાર અને ત્યાંથી છેક આઝાદ ચોક સુધીના માર્ગે રહેલી રોડ લાઇટ દિવસે પણ પ્રકાશશીલ જોવા મળી રહી છે. તંત્રનું ધ્યાન દોરવા છતાં લાઈટો બંધ થઈ શકી નથી. તેથી નારાજ લોકોએ સમયસર રોડ લાઈટની સુવિધા મળે તે જરૂરી હોવાનું કહ્યું હતું. અન્યથા પ્રજાના પૈસે વીજ બિલમાં વધારાનો બગાડ થતો રહેશે. દરમ્યાન શહેરના રમણીય દરિયા કિનારે ફરવા આવતા લોકોના આગમનથી વાહન ટ્રાફિક વિશેષ જોવા મળે છે. જેને સુચારુ બનાવી રાખવા યોગ્ય ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે પણ જરૂરી હોવાનું લોકોએ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.