હાલાકી:વોર્ડ નં. 1, 2માં પાણી વરસાદી ભરાવાથી પાલિકામાં મોરચો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીવાનું પાણી અને મલિન જળ પ્રશ્ને મહિલાઓ નારાજ
  • નગરપતિએ તાત્કાલિક મશિનરી મોકલાવી ઘટતું કરવા આપ્યું આશ્વાસન

ભુજ શહેરમાં છેલ્લા અેકાદ અઠવાડિયાથી વરસાદી માહોલ છે, જેમાં સોમવારે રાત્રે અને મંગળવારે દિવસના ભાગે ભારે વરસાદ બાદ શહેરમાં ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 2ના રહેવાસીઅોના ઘરોમાં પાણી અાવી ગયા છે, જેથી બુધવારે કોંગ્રેસી નગરસેવકોની અાગેવાનીમાં મહિલા મોરચો અાવ્યો હતો. ભુજ શહેરમાં સામાન્ય રીતે હમીરસર તળાવ ભરાઈ જાય ત્યારે અોગન વાટે નીકળતા વરસાદી પાણી વોર્ડ નંબર 1, 2 અને 3માં ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. કેમ કે, ઉપરવાસમાં વરસેલા પાણીના વહેવાનો ઢાળ ભુજ શહેર તરફ રહેતો હોય છે.

જોકે, ભુજ શહેરમાં વરસેલા વરસાદી પાણી દેશલસર તળાવમાં જાય અને તળાવ ભરાઈ જાય ત્યારે પણ બાકીનું પાણી અોગન વાટે નીકળતા વોર્ડ નંબર 1, 2, 3ના રહેવાસઅો પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન થઈ જતા હોય છે. કેમ કે, વોર્ડ નંબર 1, 2, 3ની મોટાભાગની વસાહતો નીચાણવાળા દબાણવાળા વિસ્તારોમાં વસે છે.

જોકે, શહેરમાં પણ સારો અેવું વરસાદી પાણી પડ્યું છે, જેથી વોર્ડ નંબર 1 અને 2ના રહેવાસીઅો વરસાદી પાણી ભરાવવા ઉપરાંત પીવાના પાણી અને ગટરની ચેમ્બરમાંથી વહેતા મલિન પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. વિપક્ષીનેતા કાસમ સમા, અાઈસુબેન સમા અને પૂર્વ નગરસેવક ફકીરમામદ કુંભારની અાગેવાની હેઠળ મહિલા મોરચાઅે નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર પાસે રજુઅાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...