સામાન્ય સભા:વોર્ડ નં. 1માં મંજૂર રોડ રદ કરી રાજકિય કિન્નાખોરી રખાઈ : વિપક્ષ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેક જ નામના સ્થળ બંને વોર્ડમાં હોવાની છટકબારી શોધી લેવાઈ
  • 2020ની સામાન્ય સભામાં 9.87 લાખના ખર્ચે મંજુરી અપાઈ હતી

ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં 2020ની 27મી નવેમ્બરે વોર્ડ નંબર 1માં ઉસ્માનિયા મસ્જિદ પાસે 9 લાખ 87 લાખ 158 રૂપિયાના ખર્ચે રોડ બનાવવા મંજુરી અપાઈ હતી. પરંતુ, બાદમાં રાજકીય કિન્નાખોરી રાખીને વોર્ડ નંબર 3માં તબદિલ કરી દેવાયો છે. અેવો અાક્ષેપ વિપક્ષીનેતા કાસમ સમાઅે કર્યો છે અને તેની ફરિયાદ પ્રાદેશિક કમિશનને મોકલી દીધી છે.

વિપક્ષીનેતાના અાક્ષેપ મુજબ તત્કાલિકની કારોબારી ચેરમેન ભરત રાણા દ્વારા ઘટકની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 1થી 11 નગરસેવકોના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઅો મંજુર કરવામાં અાવ્યા હતા.

જેને 2020ની 27મી નવેમ્બરે સામાન્ય સભાઅે પણ મહોર મારી હતી, જેમાં 31 રસ્તામાંથી વોર્ડ નંબર 1ની ઉસ્માનિયા મસ્જિદથી ગનીભાઈ મોગલના ઘર સુધી 9 લાખ 87 હજાર 158 રૂપિયાના ખર્ચે બનાવવાના માર્ગને પણ મંજુરી મળી હતી. જે વોર્ડ નંબર 3ની ઉસ્માનિયા મસ્જિદથી બનાવી દેવાયો છે. પરંતુ, ત્યાં ગની મોગલ નામના કોઈ વ્યક્તિનો ઘર જ અાવેલું નથી. જોકે, વોર્ડ નંબર 1માં ખારી નદી રોડ પર અાવેલા રહીમનગરમાં ઉસ્માનિયા મસ્જિદ અને ગની મોગલનું ઘર પણ છે. જે રાજકીય કિન્નાખોરી સમાન છે.

અન્ય સમાચારો પણ છે...