માગ:મધ્યાહ્ન ભોજન સંચાલકો, રસોયાને મળતું વેતન ખરેખર મશ્કરી સમાન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોભોયોનો વહીવટ ખાનગી સંસ્થા પાસેથી પરત લેવા માંગ
  • સંચાલકને માસિક માત્ર 1600 અને રસોયાને 1400 અપાય છે!

ગુજરાત રાજ્ય મ.ભો.યો. કર્મચારી મહામંડળી દ્વારા મ.ભો.યો. સંચાલક અને રસોયાના પગાર વધારા સાથે વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગ ઉઠી રહી છે. વર્તમાન સમયે મ.ભો.યો. સંચાલકને માસિક રૂ.1600 અને રસોયાને રૂ.1400 અપાય છે, તેમાંય વળી અોછી સંખ્યાવાળી શાળાના મદદનીશને રૂ.500 અપાય છે, જે ખરેખર મશ્કરી સમાન છે.

વર્તમાન સમયે જીવન જરૂરી સહિત તમામ ચીજવસ્તુઅોના ભાવ અાસમાનને અાંબી રહ્યા છે ત્યારે અાવા નજીવા વેતનમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે, જેથી સત્વરે પગાર વધારવા તેમજ જિલ્લામાં અમુક સ્થળે મધ્યાહ્ન ભોજન યોજનાનો વહીવટ ખાનગી સંસ્થા પાસે છે, તે રદ કરી પુન: રેવેન્યૂમાં યોજના ચાલુ કરી, અગાઉ જે કર્મચારીઅો હતા તેમને નિમણૂક અાપવા, સરકાર દ્વારા અોછી સંખ્યાવાળી શાળાઅો મર્જ કરાતાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઅોને છૂટા કરી દેવાયા છે.

જેથી અાવા કર્મીઅોને અન્ય શાળાઅોમાં અથવા તો અન્ય સ્થળે રોજગારી અાપવા, વય મર્યાદાના કારણે છૂટા થયેલા કર્મચારીઅોના વારસોને નિમણૂક અાપવા સહિતના પ્રશ્ને તંત્ર સમક્ષ અનેક વખત રજૂઅાતો કરવા છતાં તેનો નિવેડો ન અાવતાં હવે ના છૂટકે ગાંધીનગરમાં અામરણાંત ઉપવાસ કરાશે તેવી ચિમકી ગુજરાત રાજ્ય મ.ભો.યો. કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ અને કચ્છ મંડળના પ્રમુખ ઇશ્વરભાઇ વી. જોષીઅે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...