ચૂંટણી:ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ, અન્ય 12 દસ્તાવેજો માન્ય

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશ વસતા કચ્છી મતદારો મતદાન માટે અસલ પાસપોર્ટ રજૂ કરી શકશે

તા.1-12-22ના કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે મતદાન કરવા અાવનારા મતદારો મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 અાધારો રજૂ કરી, મતદાન કરી શકશે. વધુમાં વિદેશ વસતા કચ્છી મતદારો અસલ પાસપોર્ટ રજૂ કરી મતદાન કરી શકશે.

ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, ફોટોગ્રાફ સાથેની પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલા સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલા યુનિક ડિઝેબીલીટી અાઇડી કાર્ડનો સમાવેશ થાય છે. વધુમાં વિદેશમાં વસતા કચ્છના મતદારોની જો મતદાર તરીકે નોંધણી થયેલી હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે અેમ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...