વિવાદ:માંડવીમાં પોલીસ અને આપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિર્ધારિત રૂટ કરતા અન્ય રૂટ પર જતા પોલીસે યાત્રા રોકી
  • આપની પ્રભાત ફેરીમાં મામલો બિચક્યો

કચ્છમાં હાલ અામ અાદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ચાલી રહી છે. તેવામાં મંગળવારે સવારે માંડવીમાં અાપની પ્રભાત ફેરીમાં પોલીસ અને પક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થઇ હતી. નિર્ધારિત રૂટને બદલે અામ અાદમી પાર્ટીના સભ્યોઅે અન્ય રૂટ પર જતા મામલો ગરમાયો હતો. જોકે પોલીસે નક્કી કરાયેલા રૂટ પર જ યાત્રા કઢાવી હતી. જ્યારે અામ અાદમી પાર્ટીઅે પોલીસ પર ગંભીર અાક્ષેપો કર્યા હતાં.અા અંગે મળતી વિગતો મુજબ માંડવી શહેરમાં મંગળવારે અામ અાદમી પાર્ટીના સભ્યો દ્રારા પગપાળા પ્રભાતફેરી કાઢવામાં અાવી હતી.

જેમાં નક્કી કરાયેલા રૂટના બદલે અન્ય માર્ગ પર જવામાં અાવતા પોલીસ અને અાપના પ્રદેશ કિસાન સેલના પ્રમુખ રાજુભાઇ કરપડા વચ્ચે બોલાચાલી થઇ હતી. પોલીસ નક્કી કરાયેલા રૂટ પર જ યાત્રા અાગળ વધે તેના પર કાયમ રહી હતી. અાપ દ્વારા ક્રાંતિતીર્થથી પ્રભાત ફેરી કાઢવામાં અાવી હતી. ત્યારબાદ દાદાવાડીની દેરીના બદલે યાત્રા નાના બસ સ્ટેશન તરફ જતા પોલીસે અટકાવતા અાપના સભ્યોઅે વાંધો લીધો હતો. પોલીસ અને અાપના સભ્યો વચ્ચે ઊગ્ર બોલાચાલી પણ થઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.

પીઅેસઅાઇ ભાવેશ ભટ્ટે નિર્ધારિત રૂટ પર જવા અાગ્રહ કર્યો હતો. જો અાપ ના સભ્યો ટોપી અને ખેસ ઉતારીને કોઇપણ રૂટ પર જઇ શકે છે તેવું કહ્યું હતું. જોકે તેનો અાપના સભ્યોઅે ના કહેતા પોલીસે નિર્ધારિત રૂટ પરથી જ યાત્રા નિકળવા દેવા તાકીદ કરી તેનો અમલ કરાયો હતો. અામ અાદમી પાર્ટી દ્વારા શહેર અને ગામડાઅોમાં પરિવર્તન યાત્રા કાઢી હતી. રાત્રે શહેરના અાઝાદ મેદાન ખાતે જાહેર સભામાં સરકારની નીતિઅોની ટીકાઅો કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...