હાલાકી:ટપ્પર ડેમમાં નર્મદાનું સ્વચ્છ પેય જળ મળે તેવી તકેદારી રાખવામાં આવે, હાલ ગંદુ વહી રહ્યું છે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબીસી સાંકળ 184 કીમી પર આવેલા એસ્કેપમાંથી ગંદુ પાણી કાઢી નાખવા થતી હિમાયત

કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે દિવસ અગાઉ છોડવામાં આવેલા 1500 ક્યુસેક પાણી જિલ્લાની કેનાલમાં આગળ વધી રહ્યું છે. પરંતુ આ પાણી મળતી માહિતી મુજબ ગંદુ છે, જે ટપ્પર ડેમ પહોંચ્યા ત્યાં સ્ટોરેજ થયેલા નિર્મળ જળને પણ દૂષિત બનાવશે તેવી ભીતિ જાગૃત નાગરિક દ્વારા વ્યક્ત કરાઈ હતી. અને તે ટાળવા માટે કુલ 190 કિમીની લાંબી કેનાલમાં સાંકળ નં.184 પાસે આવેલા ઇમરજન્સી ગેટ પાસેથી 24 કલાક પાણી કાઢી ગંદા પાણીને ડેમમાં જતું રોકાવું જોઈએ.

ફતેગઢ પાસેના પંપીંગ સ્ટેશન 2 પરથી સવારે એક નાનો પછી તબક્કાવાર પંપો ચાલુ થઈ જશે, ગુરુવારે સવારે પી એસ 2 પરથી સવારે એક નાનો પંપ ચાલુ થઈ ગયો છે અને ટુંક સમયમાં બીજો પંપ પણ ચાલુ થઈ જશે. માંજુવાસ સ્થિત પંપીંગ સ્ટેશન 1 પરથી ત્રણ નાના પંપો ચાલુ છે અને ટૂંક સમયમાં એક નાનો અને એક મોટો પંપ ચાલુ થઈ જતાં કચ્છ માટે 1200 ક્યુસેક પાણીના જથ્થાની માંગણી સામે મઢુત્રાથી આજે સવારે 1500 ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું છે, જે ધીરે ધીરે 1200 સુધી સેટ થઈ જશે કારણકે ઉપરથી 1500 પૈકી 1200 કચ્છ માટે અને 300 ક્યુસેક 0 કિમીથી 82 કિમી સુધી છોડવામાં આવ્યું હોય તેવું સૂત્રોએ ઉમેર્યું હતું.

શરૂઆતમાં ગંદુ અને ખારું પાણી આવતું હતું એટલે ઉપર કોઇએ લેવલ કર્યું નથી એટલે બધું પાણી કચ્છ વિસ્તારમાં પહોંચ્યું છે. હાલમાં કે.બી.સી. સાંકળ 116 કિમી એટલે કે શાનગઢની આજુબાજુ પાણી પ્રવેશ કરી ચૂક્યું છે જે ધીરે ધીરે વધુ પંપો ચાલુ થશે એટલે કેનાલમાં જથ્થો પણ વધશે અને ગતિ પણ વધશે તેમ છતાં ટપ્પર પહોંચતા હજુ બે દિવસ તો લાગશે જ.

મેઘપર કુંજીસર પાસે કે.બી.સી.સાંકળ 184 કીમી પર આવેલ એસ્કેપમાંથી ઓછામાં ઓછાં 24 કલાક પાણી કાઢી નાંખવું જોઈએ, નહિતો બધું પાણી ડેમમાં જશે જે હયાત પાણીને પણ બગાડશે અને લોકો વાપરશે તો પાણીજન્ય રોગો થશે. નર્મદા નિગમ અને સિંચાઇ વિભાગ સંકલન કરીને આવું બનતા અટકાવી શકે અથવા તો કલેકટર આ મુદ્દાને ગંભીરતાથી લઈ સૂચના આપી શકે.

અન્ય સમાચારો પણ છે...