કાર્યવાહી:ખારોઇના રિસોર્ટમાં વિજિલન્સે 30 લાખની વીજ ચોરી પકડી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં ચેકિંગ ઝુંબેશને વેગીલી બનાવાશે

ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વિજિલન્સ ટીમે ભચાઉ તાલુકાના ખારોઇમાં રિસોર્ટ પર હાથ ધરેલી ચેકિંગની કાર્યવાહી દરમિયાન રિસોર્ટના સંચાલક બારોબાર વીજ વપરાશ કરતા હોવાનું પકડાતાં 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

શુક્રવારે અંજાર વીજ વર્તુળ કચેરી તળે આવતાવિવિધ રિસોર્ટ, વૉટર પાર્ક વિગેરે જગ્યાએ સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જીતેન્દ્ર રાયચંદ શાહના ખારોઇ સ્થિત અમૃતબાગ રિસોર્ટમાં 30 લાખની વીજ ચોરી પકડાતાં પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ દ્વારા ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહતી. વિજિલન્સની ટીમોએ કરેલી ધાક બેસાડતી કાર્યવાહીના કારણે ભચાઉ વિસ્તારના વીજ ચોરો માં ફફડાટ વ્યાપી ગયો હતો.

આગામી સમયમાં ચેકિંગ ઝુંબેશને વેગવંતી બનાવાશે તેમ સૂત્રોએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાગડ પંથકમાં અગાઉ પણ મસ મોટી વીજ ચોરીઓ પકડાઇ છે પણ મોટા ભાગે વિજિલન્સની ટીમો દ્વારા કાર્યવાહી કરાઇ છે. આખે આખી ગેરકાયદે વીજ લાઇને કે ટ્રાન્સફોર્મર ઉભા કરીને થતી વીજ ચોરી વિશે શું સ્થાનિક વીજ કચેરી અજાણ હશે કે આંખ આડા કાન કરીને કાર્યવાહી નથી કરાતી તેવા સવાલ ખુદ વિદ્યુત કંપની સાથે સંકળાયેલા સૂત્રો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...