અંજાર અને ગાંધીધામ તાલુકાની વિડી જૂથ પાણી પુરવઠા યોજના એપ્રિલ 2024 સુધી પૂર્ણ કરાશે તેવી જાહેરાત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિધાનસભામાં કરી હતી. પાણી પુરવઠા મંત્રીઅે જણાવ્યું હતુ કે રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઘર આંગણે જ મળી રહે એ માટે સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે.
રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાને પણ નર્મદાના નીર પહોંચતા કર્યા છે ત્યારે અંજાર અને ગાંધીધામ તાલુકાની રૂ. 3986.17 લાખના ખર્ચે તૈયાર થનાર વિડી જૂથ પાણી પુરવઠા યોજના આગામી એપ્રિલ-2024 સુધીમાં પૂર્ણ કરીને પીવાનું પાણી પહોંચાડાશે. તો જેમાં ઢાંકી-માળીયા અને અંજાર-ગાંધીધામની 50 કિલોમીટર પાઈપલાઈનના કામો પૂર્ણ કરાયું છે.
અને ટપ્પર ડેમ દ્વારા પણ પાણી આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિડી જૂથ પાણી પુરવઠા આ યોજના હેઠળ ગામડાઓમાં સરફેસ વોટર પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળ અંજાર તાલુકાના 7 ગામ અને ગાંધીધામ તાલુકાના 4 ગામ મળી કુલ 11 ગામની 4.36 લાખની વસ્તીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. વીડી જૂથ પાણી પુરવઠા યોજનાનું કામ પૂર્ણ થયેથી અંજાર તાલુકાના વીડી તથા આસપાસના ગામોને ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.